કોણ છે મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ નાઝિલા સિતાશી? જાણો કેમ સોશિયલ મીડિયા પર છવાયેલી છે?
હાલ સોશિયલ મીડિયા પર સ્ટેન્ટઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ખુબ ચર્ચા છે. મુનવ્વર ફારૂકી સાથે સાથે તેની ગર્લફ્રેન્ડ નાઝિલા પર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
બિગ બોસમાં ધમાલ અને શાનદાર વન લાઈનર સાથે સાથે મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નાઝિલા તેની એક પોસ્ટ બાદ સોશિયલ મીડિયા ચર્ચામાં આવી છે.

નાઝિલાએ આ પોસ્ટમાં કોઈનું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. નાઝિલાએ લખ્યુ કે, બધું ઓનલાઈન એવું નથી હોતું જેવું લાગે છે. ડોળ કરવાનો પ્રયાસ કરે છે તેટલા સારો અને નૈતિક કોઈ નથી.
જણાવી દઈએ કે, બિગ બોસ 17માં મુનાવર ફારુકી અને પ્રિયંકા ચોપરાની નાની બહેન અને અભિનેત્રી મન્નરા ચોપરા વચ્ચે નિકટતા વધી રહી છે. બંનેની નિકટતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુનવ્વર અને તેની ગર્લફ્રેન્ડ નાઝીલ વચ્ચે હવે બધુ પહેલા જેવું નથી.
નાઝિલાની આ પોસ્ટને લોકો મુનવ્વર સાથે જોડીને જોઈ રહ્યા છે. મન્નારા ચોપડા સાથે મુનવ્વરની કેમેસ્ટ્રી શોમાં જોવા મળી રહી છે ત્યારબાદ તેનું નામ અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે.
આ પોસ્ટ પછી લોકો કહી રહ્યા છે કે, કદાચ નાઝીલાને મુનવ્વર અને મન્નારાની મિત્રતા પસંદ નથી આવી રહી. જણાવી દઈએ કે નાઝીલા એક લોકપ્રિય ફેશન ઈન્ફ્લૂએન્સર અને બ્લોગર છે અને તેની ખૂબસૂરતી માટે જાણીતી છે.
નાઝિલાના યુટ્યુબ પર 1.1 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. 8 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. અહીં તે તેના ફેશન સંબંધિત ફોટા અને રીલ્સ પોસ્ટ કરતી રહે છે.
નાઝીલા સુંદરતામાં સૌથી મોટી સુંદરીઓને પણ પછાડે છે. નાઝીલા અને મુનવ્વર લગભગ 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર સાથે જોવા મળે છે.
આ પહેલા બિગ બોસ લોક અપ સીઝન 1માં મુનવ્વર અને અંજલિ અરોરાની કેમેસ્ટ્રી પણ ચાહકોને પસંદ આવી હતી. તેમની નિકટતાને કારણે તેમના અફેરના સમાચારો સામે આવવા લાગ્યા હતા. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની અને અંજલિની નિકટતાની અસર તેની ગર્લફ્રેન્ડ નાઝીલા પર પડી હતી.












Click it and Unblock the Notifications
