કોણ છે અક્ષય કુમારના દિકરા આરવ સાથે જોવા મળતી ખૂબસુરત હસીના નાઓમિકા સરન?
અક્ષય કુમારનો દિકરો આરવ આ દિવસોમાં ફિલ્મોથી દુર ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવવા મહેનત કરી રહ્યો છે. બીજી તરફ હવે તેના એક ખૂબસૂરત હસીનાઓ સાથે ફોટો વાયરલ થઈ રહ્યાં છે.
ગયા વર્ષે આરવનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં તે એક છોકરી સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટોની ખૂબ ચર્ચા થઈ હતી.

જણાવી દઈએ કે, આ છોકરી બીજું કોઈ નહીં પણ આરવની કાકી એટલે કે રિંકી ખન્નાની દીકરી નૌમિકા સરન છે. આરવનું કઝિન નાઓમિકા સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.
નાઓમિકા સોશિયલ મીડિયા પર આરવ સાથેના ફોટા પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ બંનેની બોન્ડિંગ ઘણી પસંદ આવી રહી છે.
નાઓમિકા વિશે વાત કરીએ તો તેનું ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ એકાઉન્ટ છે. તેના લગભગ 93 હજાર ફોલોઅર્સ છે. નાઓમિકા સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજમાં ફોટા શેર કરતી રહે છે. તેની ફેશન સેન્સ અદભૂત છે. તે બોલિવૂડ અભિનેત્રીઓને પણ તેના સિઝલિંગ લુકથી ટક્કર આપે છે. નાઓમિકા લંડનમાં રહે છે.
જણાવી દઈએ કે, અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. અક્ષયની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે.
સરફિરા સિવાય અક્ષયે સેલ્ફી, બચ્ચન પાંડે, બડે મિયાં છોટે મિયાં, મિશન રાનીગંજ, સમ્રાટ પૃથ્વીરાજ જેવી ફ્લોપ ફિલ્મો આપી છે. હવે અક્ષય ખેલ ખેલ ફિલ્મ લાવી રહ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે.












Click it and Unblock the Notifications
