કોણ છે પ્રિયંકા ચોપરાની થનારી ભાભી? કાતિલ અદાઓની છે માલકિન, જુઓ ફોટો
Priyanka Chopra Sister In Law : અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન માટે ભારત પહોંચી છે. લગ્ન વચ્ચે હવે લોકો હવે પ્રિયંકા ચોપરાની થનારી ભાભી વિશે સર્ચ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે થવા જઈ રહ્યાં છે. નાીલમ ઉપાધ્યાય ઘણા વર્ષોથી ફિલ્મોમાં સક્રિય છે.

નીલમ ઉપાધ્યાયનો જન્મ 5 ઓક્ટોબર 1993ના રોજ મુંબઈમાં થયો છે. તેણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં ઘણી ફેમસ છે. નીલમે 12 વર્ષ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.
નીલમે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2013માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ મિસ્ટર 7થી કરી હતી અને ખાસ વાત એ છે કે નીલમે તેની પહેલી જ ફિલ્મથી ચાહકોમાં ખૂબ જ ઓળખ બનાવી હતી.
નીલમ ઉપાધ્યાય છેલ્લા 12 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને ફિલ્મોમાં કામ કરી રહી છે. તે જાણીતી અભિનેત્રી છે પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા એક ફિલ્મ નિર્માતા છે. બંનેની પહેલી મુલાકાત આવી જ એક ફિલ્મના સેટ પર થઈ હતી, ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમમાં બદલાઈ ગઈ. હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
નીલમ ઉપાધ્યાયના પરિવાર વિશે વાત કરીએ તો તેના મામા અને પિતા સિવાય તેના ભાઈ અને બહેન છે. અભિનેત્રીનો એક મોટો ભાઈ પરિણીત છે અને ભારતમાં રહે છે. તેની એક બહેને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને તે ઓસ્ટ્રેલિયામાં રહે છે.












Click it and Unblock the Notifications
