For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે એઆર રહેમાનના જમાઈ રિયાસદીન શેખ મોહમ્મદ?

આવો જાણીએ કોણ છે એ આર રહેમાનના જમાઈ રિયાસદીન શેખ મોહમ્મદ?

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ જાણીતા સંગીતકાર એઆર રહેમાનની દીકરી ખતીજા રહેમાનના લગ્ન રિયાસદીન શેખ મોહમ્મદ સાથે થયા છે. એઆર રહેમાને ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી શેર કરી છે. આ જોડીએ એક અંગત નિકાહ સમારંભમાં લગ્ન કર્યા. એઆર રહેમાનની દીકરી ખતીજા અને રિયાસદીન શેખ મોહમ્મદન 29 ડિસેમ્બર, 2021ના રોજ સગાઈ થઈ હતી. આવો જાણીએ કોણ છે એ આર રહેમાનના જમાઈ રિયાસદીન શેખ મોહમ્મદ?

કોણ છે રિયાસદીન શેખ મોહમ્મદ

કોણ છે રિયાસદીન શેખ મોહમ્મદ

એઆર રહેમાન અને તેમના પત્ની સાયરા બાનોને ત્રણ બાળકો છે. બે દીકરીઓ અને એક દીકરો, ખતીજા, રહીમા અને એઆર અમીન તેમના બાળકો છે. ખતીજા એઆર રહેમાનની સૌથી મોટી દીકરી છે. ખતીજાએ પોતાની સગાઈવાળી પોસ્ટમાં જણાવ્યુ હતુ કે રિયાસદીન શેખ મોહમ્મદ વિઝ્કિડ ઑડિયો એન્જનિયર અને એક બિઝનેસમેન છે.

લાઈવ સાઉન્ડ એન્જિનિયર છે રિયાસદીન શેખ મોહમ્મદ

લાઈવ સાઉન્ડ એન્જિનિયર છે રિયાસદીન શેખ મોહમ્મદ

રિયાસદીન શેખ મોહમ્મદના અધિકૃત ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ તે સંગીતકાર એઆર રહેમાન અને અમિત ત્રિવેદી માટે એક લાઈવ સાઉન્ડ એન્જિનિયર છે. ફોટો શેરિંગ એપ પર તેમના 5 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમના પેજ પર મોટાભાગના ફોટા સાઉન્ડ ડિઝાઈનિંગ ઈક્વિપમેન્ટ કે એઆર રહેમાનના તેમના લાઈવ કૉન્સર્ટના છે.

આ કંપનીઓ સાથે પણ રિયાસદીને કર્યુ છે કામ

આ કંપનીઓ સાથે પણ રિયાસદીને કર્યુ છે કામ

ઈન્સ્ટાગ્રામ બાયોમાં રિયાસદીન શેખ મોહમ્મદે એ પણ જણાવ્યુ છે કે તે એક સર્ટિફાઈડ એન્જિનિયર છે જેમને વેવ્ઝ ઑડિયો અને ઑડિનેટ જેવી કંપનીઓ સાથે મળીને કામ કર્યુ છે. રિયાસદીનની પ્રોફાઈલ તેમના ઑડિયો ઈક્વિપમેન્ટથી ભરેલી છે. જે તેમના વ્યવસાય પ્રત્યે તેમનુ જૂનુન સ્પષ્ટ રીતે દર્શાવે છે.

જાણો એઆર રહેમાનની દીકરી ખતીજા રહેમાન વિશે

જાણો એઆર રહેમાનની દીકરી ખતીજા રહેમાન વિશે

ખતીજા રહેમાન એક સંગીતકાર, નિર્માતા છે. ખજીતાએ પોતાના પિતા એઆર રહેમાનની એંથિરનમાં પાર્શ્વ ગાયિકા તરીકે પોતાની શરુઆત કરી. શંકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. ખતીજાએ એંથિરનમાં પુડિયા મનિધા ગીત ગાયુ છે.

રહેમાનની આ ફિલ્મનો પણ હિસ્સો હતા તેમના જમાઈ

રહેમાનની આ ફિલ્મનો પણ હિસ્સો હતા તેમના જમાઈ

રિયાસદીન શેખ મોહમ્મદ રહેમાનની ફિલ્મ મર્સનો પણ હિસ્સો રહ્યા છે જે 2017માં રિલીઝ થઈ હતી અને આમાં વિજય, સામંથા અને કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકાઓમાં હતા. મર્સલ એટલી દ્વારા નિર્દેશિત છે અને રિલીઝના સમયે એક મોટી હીટ બની ગઈ હતી.

English summary
Who is Riyasdeen Shaik Mohamed, husband of AR Rahman’s daughter Khatija Rahman?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X