Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ન્યુ કમર ઑફ 2013 : કોની માદકતાએ મોહ્યું બૉલીવુડ?

અમદાવાદ, 4 ડિસેમ્બર : કોની માદકતાએ મોહ્યું બૉલીવુડ? તમન્ના, સાશા કે વાણી? જોકે આ ત્રણ સહિત ડોઢ ડઝન અભિનેત્રીઓએ આ વર્ષે બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે. 2013નુ વર્ષ બૉલીવુડમાં ન્યુ કમર માટે મહદઅંશે સારૂ રહ્યું છે, પરંતુ સૌથી વધુ નોંધનીય કોઈ રહ્યું હોય, તો તે વાણી કપૂર જ કહેવાય, કારણ કે તેમની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ મહદઅંશે સફળ રહી હતી.

વર્ષ 2013 હવે સમાપ્તિના આરે છે અને આ છેલ્લા માસમાં આર રાજકુમાર આવી ચુકી છે અને ધૂમ 3 આવવાની છે. આ બંને ફિલ્મોમાં કોઈ નવી અભિનેત્રી નથી. એટલે 2013માં અત્યાર સુધી જે નવી એન્ટ્રીઓ થઈ છે, તેમાં ટોચ ઉપર શ્રદ્ધા કપૂરને જ રાખી શકાય, જો કે વાણી કપૂર અને સાશા આગાએ પણ નોંધપાત્ર હાજરી નોંધાવી છે. વાણીએ પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત સાથે શુદ્ધ દેસી રોમાંસ અને સાશાએ અર્જુન કપૂર સાથે ઔરંગઝેબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. આ બંને ફિલ્મો પણ સરેરાશ રહી છે.

આવો તસવીરો સાથે જોઇએ 2013ની ન્યુ કમર અભિનેત્રીઓ :

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂરે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં આ વર્ષે એન્ટ્રી કરી છે. આ ફિલ્મ સરેરાશ રહી હતી. ફિલ્મમાં તેમની સાથે પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત પણ હતાં.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

અજય દેવગણની ફિલ્મ હિમ્મતવાલામાં સાઉથના અભિનેત્રી તમન્ના ભાટિયા હતાં. આ તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી કે જે નિષ્ફળ રહી, પરંતુ તમન્ના સ્થાપિત થઈ ચુક્યાં છે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડેએ પણ વર્ષ 2013માં નશા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે, પરંતુ તેમની આ બહુચર્ચિત ફિલ્મ ફ્લૉપ નિવડી હતી. જોકે તેનાથી કદાચ પૂનમને કોઈ ખાસ ફરક પડ્યો નથી.

સાશા આગા

સાશા આગા

પાકિસ્તાની અભિનેત્રી અને ગાયિકા તથા નિકાહ ફૅમ સલમા આગાના પુત્રી સાશા આગાએ ઔરંગઝેબ ફિલ્મ દ્વારા અર્જુન કપૂર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે. ફિલ્મ મહદઅંશે સફળ રહી અને સાશા પણ બૉલીવુડમાં સારી શરુઆત કરી ચુક્યાં છે.

રીહા ચક્રવર્તી

રીહા ચક્રવર્તી

નાના પડદાના જાણીતા ચહેરા રીહા ચક્રવર્તીએ આ વર્ષે બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે. તેમની પ્રથમ ફિલ્મ મેરે ડૅડ કી મારૂતિ આ જ વર્ષે રિલીઝ થઈ હતી.

પલ્લવી શારદા

પલ્લવી શારદા

પલ્લવી શારદાએ બેશરમ ફિલ્મ સાથે બૉલીવુડમાં શરુઆત કરી છે. ફિલ્મમાં તેમના હીરો જોકે રણબીર કપૂર હતાં, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી.

ક્રિસ્ટીના અખીવા

ક્રિસ્ટીના અખીવા

ક્રિસ્ટીના અખીવાએ યમલા પગલા દીવાનાની સિક્વલ યમલા પગલા દીવાના 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ અને બૉબી દેઓલ પણ હતાં.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

ટેલીવિઝન અભિનેત્રી તાપસી પન્નૂએ ડેવિડ ધવનની ફિલ્મ ચશ્મે બદ્દૂર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. તેમના હીરો અલી ઝફર હતાં. ફિલ્મ મહદઅંશે સફળ રહી હતી.

પૂજા સાલ્વી

પૂજા સાલ્વી

પૂજા સાલ્વીએ આયુષ્માન ખુરાના સાથે નૌટંકી સાલા ફિલ્મ દ્વારા આ વર્ષે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

રાશિ ખન્ના

રાશિ ખન્ના

રાશિ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી મદ્રાસ કૅફે. જ્હૉન અબ્રાહમ અને નરગિસ ફખરી સાથેની આ ફિલ્મ મહદઅંશે સફળ રહી હતી.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

અનિલ શર્મા કૃત અને સન્ની દેઓલ અભિનીત સિંહ સાબ ધ ગ્રેટ ફિલ્મ દ્વારા ઉર્વશી રૌતેલાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

એલી અવરમ

એલી અવરમ

એલી અવરમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે મિકી વાયરસ. એલી બિગ બૉસ 7માં પણ ધૂમ મચાવી રહ્યાં છે.

અમાયરા દસ્તૂર

અમાયરા દસ્તૂર

અમાયરા દસ્તૂર પણ બૉલીવુડમાં વર્ષ 2013ના ન્યુ કમર છે. તેમણે પ્રતીક બબ્બર સાથે ઇશક ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

પ્રિયા આનંદ

પ્રિયા આનંદ

પ્રિયા આનંદે બૉલીવુડમાં એન્ટ્રી તો ઘણા સમય પહેલા જ કરી લીધી હતી, પરંતુ હીરોઇન તરીકે તેમની પ્રથમ ફિલ્મ રંગરેઝ આ જ વર્ષે રિલીઝ થઈ હતી.

પૂજા ચોપરા

પૂજા ચોપરા

પૂજા ચોપરા પણ બૉલીવુડમાં વર્ષ 2013ના ન્યુ કમર છે. તેમણે કમાંડો ફિલ્મ દ્વારા વિદ્યુત જામવાલ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X