મલાઈકા અરોરાના જીવનમાં કોણ છે ટોક્સિક માણસ? ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, મને છૂટકારો જોઈએ છે
Malaika Arora life: બોલિવુડ ડાન્સિંગ સ્ટાર મલાઈકા અરોરા હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ તેના પિતાનું નિધન થયુ છે, અને મળતી માહિતી મુજબ, તેનું અને બોલિવુડ એક્ટર અર્જુન કપુરનું બ્રેકઅપ પણ થઈ ગયુ છે. આ વાતની પુષ્ટી ખુદ અર્જુન કપૂરે જ કરી છે.
જો કે, બોલિવુડ ડાન્સિંગ સ્ટાર મલાઈકા અરોરા બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. અભિનેત્રી દરરોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરીને તેના ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. જ્યારથી મલાઈકાનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું છે ત્યારથી ચાહકો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખી રહ્યા છે.

મલાઈકા અરોરાની પોસ્ટ વાયરલ
બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરાની નવી પોસ્ટ વાઈરલ થઈ છે. મલાઈકા અરોરાની નવી પોસ્ટે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાને એક મોટી ચેલેન્જ આપી છે. તેણે તેની પોસ્ટમાં કંઈક એવું શેર કર્યું છે જેને વાંચ્યા પછી લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
વાયરલ થયેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો છે કે, તેના જીવનમાં કેટલાક ટોક્સિક એટલે કે ટોકસિક લોકો છે અને તે આવા લોકોથી છૂટકારો મેળવવા માંગે છે.
દરરોજ 8 કલાક ઉંઘનો ચેલેન્જ
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ નવેમ્બર મહિના માટે પોતાને 9 પડકારો આપ્યા છે. તે આ મહિને આ 9 પડકારોને પાર કરવાની છે. આમાં, સૌથી પહેલા અભિનેત્રીએ પોતાને આખો મહિનો દારૂ વિના રહેવાનો પડકાર આપ્યો છે. આ પછી તે દરરોજ 8 કલાકની ઊંઘ લેવાનો પ્રયત્ન કરશે.
દરરોજ 10 હજાર પગલા ચાલશે મલાઈકા
મલાઈકા અરોરાએ પણ દરરોજ કસરત કરવાનું પોતાની જાતને વચન આપ્યું છે. તેણીનો 5મો પડકાર એ છે કે તે દરરોજ 10,000 પગલાં ચાલશે. ફિટનેસ જાળવવા માટે મલાઈકા સવારે 10 વાગ્યા સુધી કંઈપણ ખાશે નહીં અને ઉપવાસ પર રહેશે.
ટોક્સિક લોકો જીવન બગાડે છે
મલાઈકાનો ચેલેન્જ નંબર 7 એ છે કે તે પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ ખાશે નહીં. આ સિવાય તે રાત્રે 8 વાગ્યા પછી ખાવાથી દૂર રહેશે. છેલ્લો અને સૌથી મહત્વનો પડકાર એ છે કે તેણી તેના જીવનમાંથી ટોક્સિક લોકોને દૂર કરશે. મલાઈકા માને છે કે કેટલાક ટોકસિક લોકો તમારું જીવન સંપૂર્ણપણે બગાડે છે.












Click it and Unblock the Notifications
