ફેમીનિસ્ટ કેમ બતાવે છે 'ક્લીવેજ'? સોના મહાપાત્રાએ ટ્રોલર્સની કરી બોલતી બંધ
સોના મહાપાત્રાએ ટ્રોલરને એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ સિંગર સોના મહાપાત્રાને તેની બેબાકી માટે ઓળખવામાં આવે છે. તે દરેક વિષય પર પોતાનુ મંતવ્ય ઘણી વાર સોશિયલ મીડિયા પર રાખે છે. નારીવાદથી લઈને સામાજિક મુદ્દા પર તેની પોસ્ટ ઘણી વાર જોવા મળે છે. વળી, ટ્રોલર્સની બોલતી બંધ કરવામાં પણ તે પાછુ વળીને નથી જોતી. આવુ જ કંઈક એક વાર ફરીથી જોવા મળ્યુ. સોના મહાપાત્રાએ ટ્રોલરને એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બધી ફેમિનિસ્ટને ક્લીવેજ કેમ બતાવવા પડે છે
વાસ્તવમાં એક યુઝરે સોના મહાપાત્રાને પૂછ્યુ કે છેવટે બધી ફેમિનિસ્ટને પુરુષોથી પ્રતિસ્પર્ધા કરવા માટે તેમને ક્લીવેજ કેમ બતાવવા પડે છે. તમારા અમુક ઈન્ટરવ્યુ જોયા પછી એવુ લાગે છે કે તમને બૉલી ગેંગનો શિકાર છો પરંતુ તમે તેમછતાં તેમાં ઘૂસવાની કોશિશ કરો છે, આ શું છે, આટલો વિરોધાભાસ કેમ.

ક્લીવેજનો અર્થ પણ યુઝરને સમજાવ્યો
આ પોસ્ટને ઈગ્નોર કરવાના બદલે સોના મહાપાત્રાએ આનો જવાબ આપવો જરૂરી સમજ્યો. તેણે લખ્યુ કે હું તમને પણ મંતવ્ય આપુ છુ કે તમે તમારા દિમાગની જે ઘણી બધી ક્લીવેજ છે તેને ખોલો. જેથી જ્યારે પણ આવતી વખતે તમે કંઈ પણ બોલતા પહેલા સમજી જાવ. સોના મહાપાત્રાએ પોતાની પોસ્ટમાં ક્લીવેજનો અર્થ પણ યુઝરને સમજાવ્યો. તેણે લખ્યુ કે ક્લીવેજ, એક સંજ્ઞા છે જેનો અર્થ છે બે ભાગોમાં વહેંચાયેલુ.

દર વખતે બિન્દાસ જવાબ
આવુ પહેલી વાર નથી જ્યારે સોના મહાપાત્રાએ કોઈ ટ્રોલરની બોલતી બંધ કરી હોય. તે બૉલિવુડથી લઈને તમામ મુદ્દાઓ પર પોસ્ટ કરે છે અને જવાબ પણ આપે છે. કંગના મુદ્દે પણ સોના મહાપાત્રાએ જવાબ આપ્યો હતો. અનુરાગ અને પાયલ ઘોષ મુદ્દે પણ સોના મહાપાત્રાએ પોસ્ટ કર્યુ હતુ. તેણે કહ્યુ હતુ કે દરેકને પોતાના હક અને પોતાના અનુભવને બતાવવાનો અધિકાર છે. એટલા માટે તે પોતાની વાત રાખવા માટે પાયલનુ સમર્થન કરે છે.












Click it and Unblock the Notifications
