રાષ્ટ્રગાન-પાઘડી મુદ્દે વિવાદમાં ફસાયો બિગ બૉસ
મુંબઈ, 18 ઑક્ટોબર : કહે છે ને કે બળા ચાલેને બબાલ ન થાય, એવું બની જ ન શકે? આવી જ હાલત છે કલર્સના રિયાલિટી શો બિગ બૉસની. આ સીઝનમાં સલમાન ખાને દાવો કર્યો હતો કે શો પૂર્ણત્વે ફૅમિલી શો હશે અને વિવાદોમાં નહિં ફસાય, પરંતુ લાગે છે કે તેમનો દાવો રાજકીય વાયદાઓની જેમ ખોટો જ છે.

કારણ કે બિગ બૉસ અને વિવાદ તો સિક્કાના બે પાસાની જેમ રહેતાં આવ્યાં છે. તેથી વિવાદ હોવું સ્વાભાવિક છે. બિગ બૉસ સીઝન 6માં નવો વિવાદ દેશના રાષ્ટ્રગાન તેમજ પાઘડી અંગે ઊભો થયો છે. તેને માટે કોર્ટે કલર્સ તેમજ કેન્દ્ર સરકારને રજુ થવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સીધો સરકાર અને શોના આયોજકોને સવાલ કર્યો છે કે કોને પૂછીને તેઓ રાષ્ટ્રગાનનો વ્યાવસાયિક પ્રયોગ કરી રહ્યાં છે.
હકીકતમાં હાલ સિનેમા ઘરો કે મલ્ટીપ્લેક્સમાં બિગ બૉસની જાહેરાત બતાવાઈ રહી છે. આ જાહેરાત અચાનક જ ફિલ્મો વચ્ચે આવી જાય છે. આ એડમાં કહેવામાં આવે છે કે સાવધાન, આપ લોકો પોતાની જગ્યાથી ઊભા થઈ જાઓ, કારણ કે આવી રહ્યો છે બિગ બૉસ. પછી રાષ્ટ્રગાનની થીમ વાગવા લાગે છે. તેથી દિલ્હી હાઈકોર્ટે આ સવાલ આયોજકોને કર્યો છે કે તેઓ રાષ્ટ્રગાનનું અપમાન કઈ રીતે કરી શકે?
બીજો વિવાદ બિગ બૉસના પ્રતિસ્પર્ધી નવજ્યોત સિંહ સિદ્ધૂને કારણે ઊભો થયો છે. તેમણે ઘરની અંદર છોકરીઓને પાઘડી પહેરાવી કૅટવૉક કરાવ્યું. તેને લઈને શીખ સમુદાય રોષે ભરાયો છે. જોકે સિદ્ધૂના પત્નીએ પોતાના પતિના બચાવમાં જણાવ્યું કે તેમણે કશુંય ખોટું નથી કર્યું, પરંતુ આમ છતાં વિવાદ વકર્યો છે.












Click it and Unblock the Notifications
