પોતાના વ્યવસાય સાથે બહુ લાગણી ધરાવે છે પુનીત મલ્હોત્રા
મુંબઈ, 7 મે : બૉલીવુડ દિગ્દર્શક પુનીત મલ્હોત્રા ફિલ્મ નિર્માણના પોતાના વ્યવસાય સાથે ખૂબ જ લાગણી થરાવે છે. તેઓ તેનું કારણ ફિલ્મ નિર્માણમાં કરવા પડતી સખત મહેનતને ગણાવે છે.

પુનીત મલ્હોત્રાએ આઈ હેટ લવ સ્ટોરીઝ સાથે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. હાલ પુનીત અભિનેતા ઇમરાન ખાન અને અભિનેત્રી કરીના કપૂર સાથે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
પુનીતે ટ્વિટર ઉપર લખ્યું - રવિવારનો દિવસ અને સમય સવારે સાત વાગ્યે. અમે ફિલ્મના સેટ ઉપર છીએ. મને પોતાનું કામ ખૂબ ગમે છે.












Click it and Unblock the Notifications
