For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અને ટિપ ટિપ સરી પડ્યાં ટિસ્કાના આંસુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 મે : બૉલીવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા કહે છે કે તેમણે અંકુરા અરોરા મર્ડર કેસ ફિલ્મ પહેલા કરવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે એક એવી માતાની ભૂમિકા ભજવવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતું કે જેનો પુત્ર માર્યો ગયો હોય. પાછળતી તેમણે ફિલ્મ માટે હા કરી અને રડી પડ્યાં.

સુહૈલ ટટારી દિગ્દર્શિત અંકુર અરોરા મર્ડર કેસ એટલે કે એએએમસી ફિલ્મની પટકથા ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટે લખી છે. વિક્રમ ભટ્ટ ફિલ્મના નિર્માતા પણ છે. ફિલ્મ સત્યઘટના પર આધારિત છે કે જેમાં તબીબોની બેદરકારીના કારણે એક બાળકનું ઑપરેશન દરમિયાન મોત થઈ જાય છે.

ટિસ્કા ચોપરા ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાચતીત કરતાં ફિલ્મ સાથે જોડાયેલ વિવિધ બાબતો અંગે જણાવી રહ્યા હતાં. આ પ્રસંગે ફિલ્મના બાકીના કલાકારો પાઓલી ડેમ અને વિશાખા સિંહ પણ ઉપસ્થિત હતાં. ફિલ્મમાં અર્જુન માથુર અને કે કે મેનન પણ છે. વિક્રમ ભટ્ટ પણ આ પ્રસંગે હાજર હતાં.

આવો તસવીરો સાથે જાણીએ ટિસ્કા ચોપરાએ ફિલ્મ અંગે કહેલી વધુ વિગતો.

ટિસ્કા ચોપરા

ટિસ્કા ચોપરા

ટિસ્કા ચોપરાએ અંકુર અરોરા મર્ડર કેસના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું ફિલ્મ માટે અગાઉ ઇનકાર કરી ચુકી હતી.

પાઓલી ડૅમ

પાઓલી ડૅમ

ટિસ્કાએ જણાવ્યું - ઇનકાર કરવા પાછળનું કારણ એ હતું કે કોઈ પણ વ્યક્તિ નથી ઇચ્છતી કે તેની સાથે આ પ્રકારનો બનાવ બને.

વિશાખા સિંહ

વિશાખા સિંહ

તેમણે જણાવ્યું કોઈ પણ વ્યક્તિ એવું નહીં ઇચ્છે કે તેનું બાળક તબીબોની બેદરકારીને કારણે મરી જાય.

સત્યઘટના પર આધારિત ફિલ્મ

સત્યઘટના પર આધારિત ફિલ્મ

અંકુર અરોરા મર્ડર કેસ સત્યઘટના પર આધારિત ફિલ્મ છે.

ટ્રેલર લૉન્ચ

ટ્રેલર લૉન્ચ

આ ફિલ્મમાં ટિસ્કા ઉપરાંત વિશાખા સિંહ, પાઓલી ડૅમ, કે કે મેનન અને અર્જુન માથુર પણ છે.

પાઓલી, ટિસ્કા, વિશાખા

પાઓલી, ટિસ્કા, વિશાખા

ટિસ્કા ચોપરાએ જણાવ્યું - સુહૈલ ટટારી મારા સારા મિત્ર છે. તેમણે મને આ ફિલ્મ કરવા માટે કહ્યું.

ટિસ્કા-વિશાખા

ટિસ્કા-વિશાખા

ટિસ્કાએ જણાવ્યું - ફિલ્મ માટે હા કર્યા બાદ હું ખૂબ રડી. હું બહુ તકલીફમાં હતી.

આવતા મહીને થશે રિલીઝ

આવતા મહીને થશે રિલીઝ

અંકુર અરોરા મર્ડર કેસ આગામી 14મી જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ફિલ્મના નિર્માતા વિક્રમ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

English summary
Actress Tisca Chopra says initially she had turned down "Ankur Arora Murder Case" as it was very tough for her to essay the role of a mother whose child is dead. She cried a lot after signing the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X