Hit દીપિકા પાદુકોણેનો સિંહાસન ડોલાવી શકે છે Hot આલિયા ભટ્ટ!
મુંબઈ, 15 જુલાઈ : પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અને સમાજસેવી મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ થોડાક દિવસ પહેલા સુધી ક્યૂટ ગર્લ તરીકે ઓળખાતી હતી, પરંતુ જ્યારે તેમણે જાહેરમાં એમ કહ્યું કે હવે તેઓ મોટા થઈ ગયા છે અને ક્યૂટ કહીને સંબોધનાર સામે તેઓ નફરત કરે છે, ત્યારે સૌએ માની લીધું કે આલિયા ભટ્ટ હવે ક્યૂટમાંથી હૉટ બની ચુક્યાં છે.
વર્ષ 2012માં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આલિયાને હજી માંડ બે વર્ષ જ થયાં છે, પરંતુ તેઓ બૉલીવુડમાં એવા છવાઈ ચુક્યાં છે કે જાણે તેમનું કૅરિયર દાયકા જૂનુ હોય. આલિયા જે રીતે બૉલીવુડમાં એકદમથી છવાઈ ગયાં, તેની પાછળના કારણો પણ સ્પષ્ટ જ છે કે તેમની શરુઆત જ કરણ જૌહર નિર્મિત હિટ ફિલ્મ સાથે થઈ અને અત્યાર સુધી રિલીઝ થયેલી તેમની તમામ ફિલ્મો સફળ ફિલ્મોમાં ગણાય છે.
આલિયા ફિલ્મ-દર-ફિલ્મ જે રીતે ઉંચાઇએ પહોંચતા ગયા છે, તે જોતાં લાગે છે કે તેઓ બૉલીવુડમાં અનેક નવા રેકૉર્ડ્સ સ્થાપિત કરશે. જેમ ક્રિકેટમાં નાની વયે જોડાનાર સચિન તેંડુલકર મોટા-મોટા રેકૉર્ડ્સ બનાવવામાં સફલ નિવડ્યાં, તેવી જ રીતે માત્ર 20 વર્ષની વયે જ સફળ ફિલ્મ સાથે શરુઆત કરનાર આલિયા પણ નવા-નવા અને મોટા-મોટા રેકૉર્ડ્સ બનાવી શકે છે, પરંતુ હાલ તો એક મહત્વનો રેકૉર્ડ તેમની રાહ જોઈ રહ્યો છે કે જેનાથી વર્ષ 2013ના સૌથી હિટ અભિનેત્રી દીપિકા પાદુકોણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ આલિયા ભટ્ટ કઈ રીતે દીપિકા પાદુકોણેનો સિંહાસન ડોલાવી શકે ?

દીપિકાની સફળ શરુઆત
દીપિકા પાદુકોણે વર્ષ 2007માં શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા બૉલીવુડ કૅરિયરની સફળ શરુઆત કરી હતી અને તેઓ પહેલી જ ફિલ્મ દ્વારા છવાઈ ગયા હતાં.

નોંધનીય સફળતાથી દૂર
ઓમ શાંતિ ઓમ બાદ દીપિકાએ ડઝનબંધ ફિલ્મોમાં કામ કર્યું. તેમાંની કેટલીક તો મલ્ટી-સ્ટારર હતી. એટલે જ દીપિકા નોંધનીય સફળતાથી દૂર જ રહ્યાં. જોકે આ દરમિયાન તેમના નામે કૉકટેલ જેવી સફળ ફિલ્મ જરૂર નોંધાઈ.

વર્ષ 2013ના સૌથી સફળ અભિનેત્રી
વર્ષ 2013 જાણે દીપિકા પાદુકોણે માટે સફળતાની સોગાત લઈને આવ્યું. આ વર્ષમાં દીપિકાએ બૅક ટુ બૅક ચાર ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી સફળ અને સુપરહિટ ફિલ્મો આપી. આ સાથે જ દીપિકા હાલમાં બૉલીવુડના ટોચના અભિનેત્રી બની ગયાં.

આલિયાની પણ સફળ શરુઆત
બીજી બાજુ આલિયા ભટ્ટે પણ વર્ષ 2012માં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં સફળ શરુઆત કરી.

હાઈવેની હિમ્મત
આલિયા ભટ્ટ એમ તો નવોદિત અભિનેત્રી હતાં. આમ છતાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં બોલ્ડ રોલ કર્યા બાદ તેમણે હાઈવે જેવી ફિલ્મ કરી. વર્ષ 2014માં આવેલી આલિયાની આ બીજી ફિલ્મ પણ સુપર હિટ રહી. હાઈવેમાં અભિનય બદલ તો આલિયાના ખૂબ વખાણ પણ થયાં.

2 સ્ટેટ્સ
આલિયાની ત્રીજી ફિલ્મ 2 સ્ટેટ્સ પણ આ જ વર્ષે રિલીઝ થઈ. ચેતન ભગતની નવલકથા પર આધારિત 2 સ્ટેટ્સ ફિલ્મે પણ સફળતા નોંધાવી અને આમ આલિયાએ સતત ત્રીજી સુપરહિટ ફિલ્મ આપી.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા
આલિયા ભટ્ટની ચોથી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ પણ શાનદાર બિઝનેસ કરી રહી છે. તે જોતા સ્પષ્ટ છે કે આલિયાની આ ફિલ્મ પણ રિલીઝ થશે.

તોડશે રેકૉર્ડ?
આલિયા ભટ્ટની હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા હિટ થાય, તો સ્પષ્ટ છે કે બૅક ટુ બૅક ચાર હિટ ફિલ્મો આપવાનો દીપિકાનો રેકૉર્ડ તુટી જશે.

શાનદાર
આલિયાની આગામી ફિલ્મનું નામ શાનદાર છે કે જેમાં તેમના હીરો શાહિદ કપૂર છે. જો શાનદાર હિટ રહે, તો આલિયા ભટ્ટ ક્વીન ઑફ બૉલીવુડ બની શકે કે જે હાલમાં દીપિકા છે.

હૅપ્પી ન્યુ ઈયર
બીજી બાજુ દીપિકા પાદુકોણે હાલમાં શાહરુખ ખાન સાથે વધુ એક ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે દીવાળીએ રિલીઝ થશે. આમ જો આલિયા એમ માનતા હોય કે તેમના માટે દીપિકાને હંફાવવા સરળ છે, તો તેઓ યોગ્ય નથી વિચારતાં.

ફાઇંડિંગ ફૅની
દીપિકાની વધુ એક ફિલ્મ ફાઇંડિંગ ફૅની પણ આ વર્ષે જ રિલીઝ થવાની છે.

કાંટાની ટક્કર
આમ આપણે જોઈ શકીએ કે આગામી સમયમાં દીપિકા માટે આલિયા મોટો પડકાર બની શકે છે, તો આલિયા માટે પણ દીપિકાને ટક્કર આપવી સરળ નથી.

ચૂકી ગયા હોવ તો...
આલિયા ભટ્ટના Oops Moments જોવા ક્લિક કરો
દીપિકા પાદુકોણેના Oops Moments જોવા ક્લિક કરો












Click it and Unblock the Notifications
