બૉલીવુડ ફિલ્મોમાં ઓસરતો એનઆરઆઈનો જાદૂ, કમબૅક કરશે ‘પરદેસી’?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 21 જુલાઈ : એક સમય હતો કે જ્યારે બૉલીવુડ ફિલ્મોની વાર્તા પરદેસી નાયક, નાયિકા તથા પરિવારની આજુબાજુ વણાતી હતી, પરંતુ ધીમે-ધીમે દેસી ફિલ્મો, દેસી નાયકો અને દેસી વાર્તાઓએ બૉલીવુડમાં પગ જમાવી લીધાં અને ફિલ્મોનો પરદેસી ફંડો ક્યાંક પાછળ રહી ગયું, પરંતુ ફિલ્મ જગતના નિષ્ણાંતોનું માનવું છે કે પરદેસ પ્રધાન ફિલ્મોનો દોર બૉલીવુડમાં ફરી શરૂ થશે.

    ફિલ્મ નિષ્ણાંત કોમલ નાહટાએ થોડાક વખત અગાઉ એક વાતચીતમાં જણાવ્યું હતું - આ એક આખો ચક્ર હોય છે. એક સમય હતો કે જ્યારે આ પ્રકારની ફિલ્મોની અધિકતા જોવા મળતી હતી. તે એવો સમય હતો કે જ્યારે આ પ્રકારની ફિલ્મો પસંદ કરાતી હતી અને સારો બિઝનેસ પણ કરતી હતી, પરંતુ પછીથી ફિલ્મ નિર્માતાઓને લાગવા લાગ્યું કે ફિલ્મ નિર્માણમાં એકરસતા આવી ગઈ છે. એટલે તેમણે પરદેસી એટલે કે એનઆરઆઈ આધારિત ફિલ્મોમાંથી વિરામ લઈ બીજા વિષયો ઉપર પ્રયોગો શરૂ કર્યાં, પરંતુ એ દોર ચોક્કસ પરત ફરશે.

    આવો તસવીરો સાથે જાણીએ પરદેસ પ્રધાન ફિલ્મોની વિગતો :

    પૂરબ ઔર પશ્ચિમ

    પૂરબ ઔર પશ્ચિમ

    થોડાક દાયકા પાછળ જઇએ, તો 1970માં આવેલી અભિનેતા મનોજ કુમારની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમ યાદ આવી જાય છે કે જેમાં પ્રવાસી ભારતીયની મૂંઝવણનું ચિત્રણ કરાયુ હતું. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.

    પરદેસ

    પરદેસ

    1990ના દાયકામાં પરદેસી પૃષ્ઠભૂમિ ધરાવતી અનેક ફિલ્મો આવી કે જે ભારતીય અને બિનનિનવાસી બંને પ્રકારના દર્શકોએ વખાણી. તેમાં પરદેસ ફિલ્મનો પણ સમાવેશ થાય છે કે જેમાં અભિનેતા અમરીશ પુરી પ્રવાસી ભારતીયના રોલમાં હતાં.

    ડીડીએલજે

    ડીડીએલજે

    શાહરુખ ખાન અને કાજોલની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પણ એ જ કૅટેગરીમાં મૂકી શકાય છે કે જેમાં શાહરુખ ખાનનું પાત્ર એવા બિનનિવાસી ભારતીયનુ હતું કે જે કોઈ પણ રીતે પરદેસમાં રહીને પણ પોતાના દેશની સંસ્કૃતિને સંરક્ષિત કરવા માંગે છે.

    વખણાતી રહી છે આવી ફિલ્મો

    વખણાતી રહી છે આવી ફિલ્મો

    પરદેસની પૃષ્ઠભૂમિએ બનેલી અનેક બીજી ફિલ્મો જેમ કે કલ હો ન હો, સલામ નમસ્તે, દોસ્તાના, નમસ્તે લંડન અને ચીની કમ બહુ વખણાઈ હતી.

    જેટીએચજે-ઇંગ્લિશ વિંગ્લિશ

    જેટીએચજે-ઇંગ્લિશ વિંગ્લિશ

    હાલના સમયમાં જબ તક હૈ જાન અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી આંગળીને વેળે ગણી શકાય તેવી ફિલ્મો જ બૉલીવુડમાં બની છે, પરંતુ વિશેષજ્ઞો માને છે કે બિનનિવાસી ભારતીયો પર બની પરદેસી વિષયવસ્તુ ધરાવતી ફિલ્મોનો દોર ચોક્કસ પરત ફરશે.

    English summary
    Time was when Bollywood films revolving round 'pardesi' heroes, heroines or families ruled the roost. But such subjects have been elbowed out by desi movies with desi heroes of late, but industry experts say the trend will return.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more