For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેક થાય છે કાશ! હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમ

એક ઈવેન્ટ દરમિયાન સોનુ નિગમે કહ્યુ કે કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોત તો આવી સ્થિતિ ના થાત.

|
Google Oneindia Gujarati News

ક્યારેક અજાનના અવાજ પર ટિપ્પણી કરીને તો ક્યારેક ફ્લાઈટમાં ગીતો સાંભળવાના કારણે વિવાદોમાં રહેતા હિંદી સિનેમાંના મહાન સિંગર્સમાંના એક સોનુ નિગમે ફરીથી એવુ કંઈક કહ્યુ છે જેના પર હોબાળો મચી શકે છે. એક ઈવેન્ટ દરમિયાન સોનુ નિગમે કહ્યુ કે કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોત તો આવી સ્થિતિ ના થાત.

‘કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોત'

‘કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોત'

વાસ્તવમાં સોનુ નિગમે આ વાત એ સવાલના જવાબમાં કહી, જ્યારે એક ઈવેન્ટમાં તેમને પૂછવામાં આવ્યુ હતુ કે ‘આજકાલ રીમિક્સ કેમ બની રહ્યા છે?' જેના જવાબમાં સોનુ નિગમે કહ્યુ કે ક્યારેક ક્યારેક મને લાગે છે કે કાશ હું પાકિસ્તાનથી હોત તો મને અહીં વધુ કામ મળત.

ભારતીય ગાયકોની થઈ રહી છે ઉપેક્ષાઃ સોનુ નિગમ

ભારતીય ગાયકોની થઈ રહી છે ઉપેક્ષાઃ સોનુ નિગમ

ભારતમાં તો પાકિસ્તાની સિંગર્સની ચાંદી જ ચાંદી છે. હવે તો પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હવે ગાયકોને પોતાના ગીતો ગવડાવવા માટે પૈસા આપવા પડે છે. જો તમે આવુ નહિ કરો તો તે તમારા ગીતો નહિ વગાડે. તે તમને ગીતો નહિ અપાવે અને તમારી જગ્યાએ એ સિંગર્સના ગીતો વગાડશે જેમણે તેમને પૈસા આપ્યા છે.

પાકિસ્તાની સિંગર્સને વધુ મહત્વઃ સોનુ નિગમ

પાકિસ્તાની સિંગર્સને વધુ મહત્વઃ સોનુ નિગમ

સોનુએ કહ્યુ કે પાકિસ્તાની સિંગર્સ સાથે આવુ નથી થતુ. જો કે સારી વાત એ છે કે આ લોકો તેમની સાથે આવુ નથી કરતા પરંતુ જો આવુ જ હોય કો તમે ભારતીય સિંગર્સ સાથ આવુ કેમ કરી રહ્યા છો? આતિફ અસલમ કે પછી રાહત ફતેહ અલી ખાન પાસે તો શોના બદલામાં પૈસા નથી માંગતા.

આટલા માટે બની રહ્યા છે રીમિક્સ પર રીમિક્સ...

આટલા માટે બની રહ્યા છે રીમિક્સ પર રીમિક્સ...

જ્યારે તેમને તો સારા એવા પૈસા મળી રહ્યા છે. અહીં તમે ઈન્ડસ્ટ્રીમાં શોધી લો કે હું જે કહી રહ્યો છુ તેમાં કેટલુ સત્ય છે. આ જ કારણ છે કે નવા ગીતો નથી આવી રહ્યા અને રીમિક્સ પર રીમિક્સ આવી રહ્યા છે. કોઈની પાસે ઓરિજનલ કંઈ નથી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનથી દિલ્લી પહોંચ્યા હામિદ અનસારી, 'ઘરે પાછા આવવુ ઈમોશનલ પળ'આ પણ વાંચોઃ પાકિસ્તાનથી દિલ્લી પહોંચ્યા હામિદ અનસારી, 'ઘરે પાછા આવવુ ઈમોશનલ પળ'

English summary
Sonu Nigam claims that the country isn’t respecting homegrown talent enough and says he would have gotten more work in India if he was from Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X