For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday : જુઓ મસ્તી ગર્લ જેનેલિયાનું ફિલ્મી કૅરિયર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ઑગસ્ટ : દક્ષિણની ફિલ્મોમાં મોટું નામ ગણાતાં જેનેલિયા ડિસૂઝા આજે 27મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 5મી ઑગસ્ટ, 1987ના રોજ મુંબઈ ખાતે જન્મેલા જેનેલિયાએ પોતાના કૅરિયરની શરુઆત માત્ર 15 વર્ષની વયે મૉડેલિંગ સાથે કરી હતી. જેનેલિયાને સૌપ્રથમ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેનની જાહેરખબરમાં કામ કરવાની તક મળી હતી.

જેનેલિયાએ અનેક જાહેરખબરોમાં કામ કર્યું છે. 2003માં તુઝે મેરી કસમ ફિલ્મ દ્વારા જેનેલિયા ડિસૂઝાએ બૉલીવુડમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. આ જ ફિલ્મથી જેનેલિયાના બાળપણના મિત્ર રીતેશ દેશમુખે પણ અભિનેતા તરીકે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પોતાની મૈત્રીને સમ્બંધમાં ફેરવતાં જેનેલિયા ડિસૂઝાએ 2012માં રીતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધાં.

જેનેલિયા ડિસૂઝાએ પોતાના દસ વર્ષના સિને કૅરિયર દરમિયાન હિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ, તામિળ, કન્નડ તથા મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની નોંધનીય બૉલીવુડ ફિલ્મમાં મસ્તી, જાને તૂ યા જાને ના, લાઇફ પાર્ટનર, ડાન્સ પે ચાન્સ, તેરે નાલ લવ હો ગયા તથા ફોર્સનો સમાવેશ થાય છે. તેમની આવનાર ફિલ્મોમાં રૉક ધ શાદી તથા ઇટ્સ માય લાઇફનો સમાવેશ થાય છે.

જેનેલિયા ડિસૂઝા હાલ સગર્ભા છે અને આ જાહેરાત પોતે રીતેશ દેશમુખે જ કરી હતી. ચાલો જોઇએ જેનેલિયાનું ફિલ્મી કૅરિયર :

તુઝે મેરી કસમ

તુઝે મેરી કસમ

જેનેલિયા ડિસૂઝાએ તુઝે મેરી કસમ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જેનેલિયાએ વિજય ભાસ્કર દિગ્દર્શિત અને રામોજી રાવ નિર્મિત ફિલ્મમાં રીતેશ દેશમુખ સાથે રોમાંસ કર્યો હતો.

મૉડેલિંગ કૅરિયર

મૉડેલિંગ કૅરિયર

જેનેલિયાએ 15 વર્ષની વયે પોતાનું પ્રથમ મૉડેલિંગ એસાઇનમેંટ કર્યુ હતું. તેમણે પોતાની પ્રથમ કૉમર્સિયલ જાહેરખબર પાર્કર પેનની કરી હતી કે જેમાં અમિતાભ બચ્ચન પણ હતાં. જેનેલિયાએ ફૅર એન્ડ લવલી એડમાં ક્રિકેટર કે. શ્રીકાંત સાથે સ્ક્રીન શૅર કરી હતી.

તેલુગુ ડેબ્યુ

તેલુગુ ડેબ્યુ

જેનેલિયાએ સત્યમ ફિલ્મ સાથે તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યુ હતું કે જે માટે તેમને બેસ્ટ ડેબ્યુ ફીમેલનો ઍવૉર્ડ પણ મળ્યો હતો. તેમણે પછી સમ્બા, સાય, સચિન જેવી ફિલ્મો પણ કરી હતી.

મેરે બાપ પહલે આપ

મેરે બાપ પહલે આપ

ચાર વર્ષના વિરામ બાદ જેનેલિયાએ મેરે બાપ પહલે આપ ફિલ્મ સાથે બૉલીવુડમાં કમબૅક કર્યુ હતું કે જેમાં તેમના હીરો અક્ષય ખન્ના હતાં. દિગ્દર્શક પ્રિયદર્શન હતાં.

મસ્તી

મસ્તી

જેનેલિયાની પછી મસ્તી પિલ્મ આવી કે જેમાં તેમના હીરો રીતેશ દેશમુખ હતાં. મસ્તી સફળ રહી હતી.

જાને તૂ યા જાને ના

જાને તૂ યા જાને ના

જેનેલિયાએ જાને તૂ યા જાને ના ફિલ્મમાં ફન લવિંગ ગર્લ અદિતીનો કર્યો હતો. આ ફિલ્મ સાથે ઇમરાન ખાને ડેબ્યુ કર્યુ હતું. જેનેલિયા આ ફિલ્મ બદલ બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા હતાં.

ફોર્સ

ફોર્સ

જેનેલિયાએ ફોર્સ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ સાથે સ્ક્રીન શૅર કરી. નિશિકાંત કામત દિગ્દર્શિત ફોર્સ એક્શન થ્રિલર ફિલ્મ હતી. ફોર્સ તામિળ ફિલ્મ કાખા કાખાની રીમેક હતી.

લગ્ન

લગ્ન

જેનેલિયાએ 3જી ફેબ્રુઆરી, 2012ના રોજ રીતેશ દેશમુખ સાથે મહારાષ્ટ્રિયન રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધાં. જેનેલિયાની છેલ્લી ફિલ્મ રીતેશ સાથે તેરે નાલ લવ હો ગયા હતી કે જે 2012માં જ રિલીઝ થઈ હતી.

English summary
Genelia D'Souza turned 27 today. The actrss made her Bollywood debut with the film Tujhe Meri Kasam in the yeaar 2003. Genelia married actor Ritesh Deshmukh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X