Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ના સલમાન, ના આમીર- 2.0 સાથે અક્ષય કુમારે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ

ના સલમાન, ના આમીર- 2.0 સાથે અક્ષય કુમારે બનાવ્યો આ રેકોર્ડ

અક્ષય કુમાર-રજનીકાંતની ફિલ્મ 2.0 રિલીઝ થઈ ચૂકી છે અને ધનાધન કમાણી પણ કરી રહી છે. ફિલ્મે જબરદસ્ત ઓપનિંગ કરતા પહેલા દિવસે જ વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જણાવી દઈએ કે, આની સાથે જ સુપરસ્ટાર અક્ષય કુમારે ધમાકેદાર રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે. બૉલીવુડ સ્ટાર્સની વાત કરીએ તો સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ દંગલ અમીર ખાનને નામ છે. જ્યારે 300 કરોડના ક્લબમાં સૌથી વધુ ફિલ્મો સલમાન ખાનના નામે છે. પરંતુ હવે અક્ષય કુમારના નામે પણ એક ખાસ રેકોર્ડ બની ગયો છે. અક્ષય બોલીવુડના પહેલા એવા સ્ટાર બની ગયા છે, જેમની ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડ સાથે ઓપનિંગ કરી હોય.

અક્ષયે મચાવી ધમાલ

અક્ષયે મચાવી ધમાલ

આ અક્ષય કુમારના કરિયરની સૌથી મોટી ઓપનિંગ આપતી ફિલ્મ પણ બની ચૂકી છે. કોઈ શક નથી કે વીકેન્ડ સુધીમાં અક્ષય કુમારના કરિયરની આ સૌથી મોટી ફિલ્મ પણ બની જશે. અત્યાર સુધી બૉલીવુડ સ્ટાર્સમાં આ લિસ્ટમાં સૌથી ઉપર આમીર ખાન હતા. આમીરની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાએ તમામ ભાષાઓમાં મળીને 52 કરોડનું ઓપનિંગ આપ્યું હતું. જો કે અક્ષય કુમારે આમીર ખાનને પણ પાછળ છોડી દીધો છે. અહીં જુઓ બૉલીવુડ એક્ટર્સની કેટલાક સ્પેશિયલ બૉક્સ ઑફિસ રેકોર્ડ્સ...

સૌથી મોટું ઓપનિંગ આપનાર ફિલ્મ

સૌથી મોટું ઓપનિંગ આપનાર ફિલ્મ

અક્ષય કુમારની ફિલ્મ 2.0એ વર્લ્ડવાઈ 110 કરોડની ઓપનિંગ આપી છે. અક્ષય બૉલીવુડના સૌથી મોટી ઓપનિંગ આપનાર એક્ટર બની ચૂક્યા છે.

સતત 12 ફિલ્મો 100 કરોડના ક્લબમાં

સતત 12 ફિલ્મો 100 કરોડના ક્લબમાં

સલમાન ખાન પાસે 100 કરોડની સતત 12 ફિલ્મો આપવાનો રેકોર્ડ છે. રેસ 3 હિટ ભલે ન થઈ, પરંતુ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો.

ભારતમાં સૌથી વધુ કમાનાર ફિલ્મ

ભારતમાં સૌથી વધુ કમાનાર ફિલ્મ

આમીર ખાનની ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાનારી બૉલીવુડ ફિલ્મ છે. ફિલ્મે 375 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

સતત 10 સુપરહીટ

સતત 10 સુપરહીટ

જ્યારે સલમાન ખાનના નામે સતત 10 સુપરહિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ પણ છે. જી હાં, ફિલ્મ દબંગ બાદ સલમાનની એકપણ ફિલ્મ ફ્લૉપ નથી થઈ. પરંતુ ટ્યૂબલાઈટથી સલમાનને શોક લાગ્યો હતો.

વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ કિંગ

વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ કિંગ

વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર સૌથી વધુ કમાનાર ટૉપ 3 ફિલ્મો આમીર ખાનના નામે જ છે. દંગલ, સીક્રેટ સુપરસ્ટાર અને પીકે.

સૌથી મોટી કોમેડી ફિલ્મ

સૌથી મોટી કોમેડી ફિલ્મ

અજય દેવગનની ગોલમાલ અગેન 205 કરોડની કમાણીની સાથે બૉલીવુડની સૌથી મોટી કોમેડી ફિલ્મ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X