Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

WTF!!! : સુપરહિટ ફિલ્મોનો સોથ વાળી દીધો સિક્વલે...

મુંબઈ, 3 જુલાઈ : બૉલીવુડમાં રીમેક અને સિક્વલ્સની વણઝાર ચાલતી જ રહે છે. તાજેતરમાં જ અક્ષય કુમાર અભિનીત હૉલીડે ફિલ્મ આવી, તે પણ સાઉથની ફિલ્મની રીમેક હતી. ફિલ્મ સફળ પણ રહી છે, તો અનેક રીમેક કે સિક્વલ ફ્લૉપ નિવડતી હોય છે.

બૉલીવુડના ફિલ્મમેકર્સ સિક્વલની લ્હાયમાં અમુક વખત તો ખોટી ફિલ્મોની પસંદગી કરી લે છે. સિક્વલનો ઇતિહાસ જોઇએ, તો અત્યાર સુધી સૌથી હિટ સિરીઝ રહી છે મુન્નાભાઈ કહી શકાય. સંજય દત્ત અભિનીત મુન્નાભાઈ એમબીબીએસ અને તેની સિક્વલ લગે રહો મુન્નાભાઈ હિટ રહી હતી. તેવી જ રીતે ગત વર્ષે આવેલી આશિકી 2 પણ સફળ સિક્વલ કહી શકાય કે જે 1990માં આવેલી આશિકીની સિક્વલ હતી.

ચાલો હાલ તો આપણે જોઇએ એવી બૉલીવુડ સિક્વલ કે જે દર્શકોને અપસેટ કરી ગઈ :

ફિર હેરાફેરી

ફિર હેરાફેરી

હેરાફેરી શાનદાર ફિલ્મ હતી, પણ તેની સિક્વલ ફિર હેરાફેરી બિગ હિટ સાબિત થવામાં નિષ્ફળ રહી.

હાઉસફુલ 2

હાઉસફુલ 2

સાજિદ ખાને સાચે જ હાઉસફુલ તરીકે સુપરહિટ ફિલ્મ આપી હતી, પરંતુ તેની સિક્વલ હાઉસફુલ 2 ઇમ્પ્રેસિવ નહોતી. હવે જાણવા મળે છે કે હાઉસફુલ 3માં અભિષેક બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યાં છે. જોઇએ સાજિદ ખાન કઈ રીતે અક્ષય કુમાર વગર હાઉસફુલ 3ને કૉમેડી ફિલ્મ બનાવી શકે છે.

મર્ડર 2 અને 3

મર્ડર 2 અને 3

મર્ડર હૉલીવુડ ફિલ્મ અનફેથફુલની રીમેક હતી અને સુપરહિટ પણ હતી. મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશમી બંનેએ મર્ડરમાં સનસનાટી ઊભી કરી હતી, પરંતુ મર્ડર 2 અને મર્ડર 3 મર્ડરનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ રહી.

ગોલમાલ 2 અને 3

ગોલમાલ 2 અને 3

ગોલમાલ ક્લાસિક ફિલ્મ હતી. તે નૅચરલ અને એંટરટેનિંગ ફિલ્મ હતી, તો તેની પહેલી સિક્વલ ગોલમાલ રિટર્ન્સ બૅડ હતી. જોકે ગોલમાલ 3 ગોલમાલ રિટર્ન્સ કરતા ઠીક હતી, પણ ગોલમાલ જેવી તો નહોતી જ.

હથિયાર

હથિયાર

વાસ્તવે સંજય દત્તને મોટી પ્રસિદ્ધિ અને સફળતા અપાવી હતી, પણ તેની સિક્વલ હથિયાર બૉક્સ ઑફિસે ફ્લૉપ રહી હતી.

ભેજા ફ્રાય 2

ભેજા ફ્રાય 2

ભેજા ફ્રાય એક શાનદાર બૉલીવુડ ફિલ્મ હતી કે જેણે લોકોના દિલ જીત્યા હતાં, પણ ભેજા ફ્રાય 2એ બધાના ભેજા સાચે જ ફ્રાય કરી નાંખ્યાં. આપણે આશા કરીએ કે હવે તીન સિક્વલ ન બને.

સરકાર રાજ

સરકાર રાજ

સરકાર ફિલ્મે રામ ગોપાલ વર્માનુ બૉલીવુડમાં સફળ કમબૅક કરાવ્યુ હતું, પણ તેની સિક્વલ સરકાર રાજ ઇમ્પ્રેસિવ નહોતી.

ડબલ ધમાલ

ડબલ ધમાલ

ધમાલ એક ક્લાસિક કૉમેડી ફિલ્મ હતી કે જે ઍ મૅડ મૅડ મૅડ વર્લ્ડ ફિલ્મની રીમેક હતી, પરંતુ તેની સિક્વલ ડબલ ધમાલ એક જાતની ટૉર્ચર હતી.

રાઝ 2 અને 3

રાઝ 2 અને 3

રાઝ ફિલ્મમાં તે વખતના ઑફ-સ્ક્રીન કપલ બિપાશા બાસુ અને દીનો મોરિયા હતાં. આ ફિલ્મે બિપાશાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી, પરંતુ તેની સિક્વલ્સ રાઝ 2 અને 3 રાઝનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ રહી.

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ સાચે જ શાનદાર દિગ્દર્શિત ફિલ્મ હતી અને તેની સ્ટાર-કાસ્ટ પણ જોરદાર હતી, પરંતુ તેની સિક્વલ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા બૉક્સ ઑફિસ બહુ ખરાબ રીતે ફ્લૉપ નિવડી.

એવી બૉલીવુડ ફિલ્મો કે જેની સિક્વલ બનવી જોઇએ

એવી બૉલીવુડ ફિલ્મો કે જેની સિક્વલ બનવી જોઇએ

શું તમે જાણો છો કે વર્ષ 2014માં એવી બૉલીવુડ ફિલ્મો પણ રિલીઝ થઈ છે કે જેની સિક્વલનો આપણને સાચે જ ઇંતેજાર રહેશે. એવી ફિલ્મો જાણવા માટે બસ ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X