શાહરુખની યાદોમાં ઘણુ બધું છોડી ગયાં યશ ચોપરા

મેરી ટેઢ઼ી મેઢ઼ી કહાનિયાઁ, મેરે હઁસતે રોતે ખ્વાબ,
કુછ સુરીલે બિછડ઼ે ગીત મેરે, કુચ્છ અચ્છે બુરે કિરદાર,
વો સબ મેરે હૈં ઉન સબમેં મૈં હૂઁ, બસ ભૂલ મત જાના, યાદ રખના મુઝે,
સસબ... જબ તક હૈજાન... જબ તક હૈ જાન.

Shahrukh In Jab Tak Hai Jaan

આ છે તે પંક્તિઓ કે જે આજે પણ બૉલવુડના બાદશાહ શાહરુખ ખાનના કાને ગુંજી રહી છે. શાહરુખને આ વર્ષે જેટલી ખુશીઓ આપી, તેનાથી વધું આ વર્ષ તેમને જતાં-જતાં ગમ આપી ગયું. શાહરુખે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું હશે કે તેમના પિતા પુત્લ યશ ચોપરા આ રીતે અચાનક જ તેમને તન્હા છોડી ચાલ્યાં જશે.

ગત માસે જ શાહરુખ ખાન સાથે યશ ચોપરાએ પોતાનો 80મો જન્મ દિવસ ધામધૂપૂર્વક ઉજવ્યો હતો. યશ ચોપરાના જન્મ દિવસના પ્રસંગે તેમના સૌથી નજીક રહેલાં કિંગ ખાન શારુખે તેમનો એક પર્સનલ ઇંટરવ્યૂ લીધો. આ ઇંટરવ્યૂ દરમિયાન યશજીએ શારુખ સાથે ઘણી વાતો શૅર કરી કે જેના અંગે આ અગાઉ કોઈ નહોતું જાણતું. અહીં રજુ છે તે ઇંટરવ્યૂ સાથે જોડાયેલી કેટલીક યાદો.

શાહરુખે ઇંટરવ્યૂની શરુઆતે યશજીને પ્રશ્ન કર્યો કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યાં? યશજીએ જણાવ્યું કે તેમના પરિવારજનો ઇચ્છતા હતાં કે તેઓ એંજીનિયર બને, પણ યશજીને ફિલ્મોમાં વધુ રસ હતો. યશ ચોપરાએ જણાવ્યુ હતું કે તેમના ભાઈ બી. આર. ચોપરા તે વખતે ફિલ્મો સાથે સંકળાયેલા હતાં અને આ રીતે યશજીએ ફિલ્મોમાં એન્ટ્રી કરી. યશ ચોપરાએ જણાવ્યું કે તેમના પિતાનું મૃત્યુ બહુ જલ્દી થઈ ગયુ હતું અને તેથી તેમને ફોર્સ કરનાર કોઈ નહોતું.

શાહરુખે જણાવ્યુ હતું કે યશ ચોપરાએ પણ પોતાના શરૂઆતી તબક્કામાં એક્ટરોના આસિસ્ટંટ તરીકે કામ કર્યુ હતું. તેઓ દિલીપ કુમાર, સાયરાબાનુ જેવા અનેક મોટા અભિનેતાઓ-અભિનેત્રીઓના આસિસ્ટંટ તરીકે રહી ચુક્યાં હતાં. યશ ચોપરાએ જણાવ્યું કે જ્યારે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા-નવા આવ્યા હતાં, ત્યારે તેઓ બહુ સ્માર્ટ તેમજ હૅન્ડસમ હતાં. તેમને જોઈ ઘણાં લોકોએ કહ્યુ હતું કે તેઓએ હીરો બનવું જોઇએ, પણ યશજીને એક્ટિંગમાં કોઈ રસ નહોતો. તેથી તેમણે તે અંગે ક્યારેય વિચાર્યુ જ નહિં.

શાહરુખ ખાન અને યશ ચોપરાએ સાથે મળી અનેક હિટ ફિલ્મો આપી છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ડર, દિલ તો પાગલ હૈ, મોહબ્બતેં, વીર ઝારા જેવી અનેક ફિ્લ્મો યશ તેમજ શાહરુખની હિટ જોડીની દેણ છે. યશની વિદાયે બૉલીવુડના દરેક એક્ટરે કઈંકને કઈંક ગુમાવ્યું જ છે, પરંતુ શાહરુખે જે ગુમાવ્યું છે, તે કોઈ ન જાણી શકે અને તે પણ સૌ જાણે છે કે શાહરુખના જીવનમાં યશજીની ઉણપ કોઈ ભરી નહિં શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X