Year Ender 2024 : 2024 માં બોલિવૂડ પર ભારે પડી આ સાઉથની ફિલ્મો, કમાણી જાણીને વિચારતા રહી જશો
Lookback 2024 Entertainment : 2024 ની વિદાય સાથે સાથે તેની મહત્વનપુર્ણ ઘટનાઓનો પણ હિસાબ થઈ રહ્યો છે. આ વર્ષે ભારતીય સિનેમાએ ઘણા મોટા માઈલ સ્ટોન સ્થાપિત કર્યા.
એક તરફ આ વર્ષે બોલિવૂડે ઘણી શાનદાર ફિલ્મો આપી તો બીજી તરફ આ વર્ષે પણ સાઉથની ફિલ્મોની બોલબાલા રહી. એમ કહેવુ પણ ખોટુ નહીં હોય કે આ વર્ષે બોલિવૂડ પર સાઉથની ફિલ્મો હાવી રહી.

આ વર્ષથી સૌથી ચર્ચિત ફિલ્મોમાં પુષ્પા 2 કલ્કી જેવી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોએ કમાણીના મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા.
મહારાજા
સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ, અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ અને સચના નમિદાસ સ્ટારર ફિલ્મ મહારાજા જૂન 2024માં સિનેમાઘરોમાં આવી હતી. માત્ર 20 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 83.5 કરોડ રૂપિયાની કમાણી કરી.
કલ્કિ 2898 એડી
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર આ ફિલ્મ પણ જૂન 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મે ધૂમ મચાવી દીધી અને બોક્સ ઓફિસ પર અધધ 767.25 કરોડની કમાણી કરી.
અમરન
રાજકુમાર પેરિયાસામી નિર્દેશિત આ ફિલ્મ ઓક્ટોબર 2024માં સિનેમાઘરોમાં આવી હતી. 130 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 253.44 કરોડનું કલેક્શન કર્યું. શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી અભિનીત આ ફિલ્મ શહીદ મેજર મુકુંદ વરદરાજનની બાયોપિક હતી.
આવેશમ
એપ્રિલ 2024માં રિલીઝ થયેલી કોમેડી એક્શન ફિલ્મ આવેશમ એક મલયાલમ ફિલ્મ હતી. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 98.79 કરોડની કમાણી કરી. આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, પૂજા મોહનરાજ અને મિથુન જય શંકર હતા.
પુષ્પા 2
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ આ વર્ષની સૌથી મોટી હિટ રહી છે અને હજુ પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે.સમાચારો અનુસાર, ફિલ્મે પહેલા 18 દિવસમાં 1062.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2નું વર્લ્ડ વાઈલ્ડ કલેક્શન 1700 કરોડને પાર પહોંચ્યુ છે.












Click it and Unblock the Notifications
