• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમિર ખાને રીના દત્તને લોહીથી લવ લેટર લખ્યો હતો, છતાં નહોતી માની

આમિર ખાને રીના દત્તને લોહીથી લવ લેટર લખ્યો હતો, છતાં નહોતી માની
By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ કહેવાતા સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર તલાકના કારણે ચર્ચામાં આવ્યા છે. આમિર ખાને 15 વર્ષ બાદ પોતાની બીજી પત્ની કિરણ રાવને તલાક આપી દીધા છે. આમિરે પહેલી પત્ની રીના દત્તાને તલાક આપ્યા બાદ કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. આમિરે પહેલાં લગ્ન 21 વર્ષની ઉંમરે જ કરી લીધાં હતાં. તે સમયે રીના માત્ર 19 વર્ષની હતી. આમરે પોતાની હિટ ફિલ્મ કયામત સે કયામત તક આવી તે પહેલાં જ લગ્ન કરી લીધાં હતાં.

રીનાએ પહેલાં આમિરનો પ્રપોઝ રિજેક્ટ કરી દીધો હતો

રીનાએ પહેલાં આમિરનો પ્રપોઝ રિજેક્ટ કરી દીધો હતો

આમિર અને રીનાએ કેટલાય દિવસો સુધી પોતાના લગ્નની વાત ઘરવાળાઓથી છૂપાવી રાખી હતી. રીના દત્તા આમિરના પાડોસમાં રહેતી હતી. બંનેના બિલ્ડિંગ આમને સામને હતાં. આમિરની બારીએથી રીનાનું ઘર દેખાતું હતું. આમિર મોટાભાગનો સમય પોતાના ઘરની બારીએ જ વિતાવતો હતો. આમિરે રીનાને પ્રપોઝ કર્યું હતું પરંતુ રીનાએ પહેલાં તેના પ્રપોઝલને ઠુકરાવી દીધો હતો. લાંબા ઈંતેજાર બાદ બંને વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કરવાનો ફેસલો લીધો, પરંતુ અલગ અલગ ધર્મના હોવાના કારણે રીનાના પરિવાર વાળા રાજી ન થયા. જે બાદ બંનેએ 18 એપ્રિલ 1986ના રોજ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં હતાં. બાદમાં પરિવારજનોને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે આ લગ્નને સ્વીકારી લીધાં.

લોહીથી લવ લેટર લખ્યો હતો

લોહીથી લવ લેટર લખ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ મુજબ આમિર ખાન એક સમયે રીનાના પ્રેમનો દિવાનો હતો, પરંતુ ત્યારે રીનાને આમીરમાં કંઈ ઈન્ટરેસ્ટ નહોતો. રીનાનું દિલ જીતવા માટે આમિરે તેના માટે લોહીથી લવ લેટર લખ્યો હતો. આમિર તરુણ થાય ત્યાં સુધી લગ્નનો ઈંતેજાર કરવો પડ્યો. જેવો જ આમિર 21 વર્ષનો થયો તે રીનાને લઈ કોર્ટ પહોંચી ગયો અને રજિસ્ટર મેરેજ કરી લીધા. આમિર-રીનાના લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યાં.

2002માં આમિર-રીનાના તલાક થઈ ગયા હતા

2002માં આમિર-રીનાના તલાક થઈ ગયા હતા

આમિર રીનાના 2002માં તલાક થઈ ગયા હતા. આમિર અને રીનાના બે બાળકો દીકરો જુનૈદ અને દીકરી ઈરા છે. બંને પોતાની માતા સાથે રહે છે. જુનૈદ એક્ટિંગ કરે છે અને ઈરા ડાયરેક્શન ફીલ્ડમાં કામ કરી રહી છે. બંનેનું કહેવું છે કે તેમનો તલાક પરિજનો માટે મોટો ટ્રોમા હતો. તલાક બાદ પણ આમિરના રીના સાથે સારા સંબંધ છે. રીનાની આમિર બહુ ઈજ્જત કરે છે. રીનાના કિરણ રાવ સાથે પણ સારા સંબંધ છે. પરંતુ હવે આમિર ખાન કિરણ રાવથી પણ અલગ થઈ રહ્યા છે.

આમિરના દીકરા જુનૈદનું ડેબ્યૂ

આમિરના દીકરા જુનૈદનું ડેબ્યૂ

જો વાત આમીર અને રીનાના બાળકોની કરીએ તો દીકરો જુનૈદ ખાને પોતાના ડેબ્યૂ ફિલ્મની શૂટિંગનો આગાઝ કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ તેમની આગામી ફિલ્મ મહારાજ છે. જુનૈદની ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ પી મલ્હોત્રા છે. ફિલ્મ મહારાજામાં અભિનેત્રી શાલિની પાંડે, શારવરી વાઘ અને જયદીપ અહલાવત મહત્વની ભૂમિકામાં હશે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ મહારાજા કથિત રૂપે મહારાજ લિબેલ કેસ પર આધારિત છે. તેમણે રાજકુમાર હિરાનીને પીકેમાં આસિસ્ટ કર્યા હતા.

ઈરા ડાયરેક્શનના ફિલ્ડમાં કામ કરી રહી છે

ઈરા ડાયરેક્શનના ફિલ્ડમાં કામ કરી રહી છે

બૉલીવુડ સ્ટાર આમિર ખાનની લાડલી દીકરીનું નામ ઈરા ખાન છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે પર્સનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આજકાલ ઈરા પોતાના બૉયફ્રેન્ડ સાથેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઈરાએ હાલમાં જ ફિટનેસ ટ્રેનર નુપૂર શિખરે સાથે પોતાના સંબંધ હોવાનું ઈન્સ્ટાગ્રામ પર ઑફિશિયલ કર્યું છે.

ડિપ્રેશન એક્સપીરિયન્સ શેર કરી ચર્ચા મેળવી

ડિપ્રેશન એક્સપીરિયન્સ શેર કરી ચર્ચા મેળવી

ડિસેમ્બર 2019માં ઈરા થિયેટર ડાયરેક્ટર બની હતી અને તેમણે પોતાનો પહેલો પ્લે ડાયરેક્ટ કર્યો હતો. જેમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ લીડ રોલમાં હતી. હાલમાં જ ડિપ્રેશન પર તેમણે પોતાના એક્સપીરિયન્સ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જે બાદ તે યૂઝર્સ વચ્ચે ઘણી ચર્ચિત થઈ ગઈ હતી.

English summary
Yesteryear: when reena dutta rejected marriage proposal of aamir khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X