Yoga 2022: આ છે બૉલિવુડની એ 5 હસીનાઓ, જેમણે યોગથી બનાવ્યુ પરફેક્ટ ફિગર, જાણો તેમના નામ
ચાલો જાણીએ બૉલિવુડની એ 5 અભિનેત્રીઓ વિશે જે નિયમિત યોગ કરીને ખુદને ફિટ રાખે છે.
મુંબઈઃ બૉલિવૂડ આપણને ઘણીવાર કંઈક નવુ શીખવે છે, પછી તે ફેશન સેન્સ હોય કે ફિટનેસ, તેને જોઈને આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણો બદલાવ લાવી લઈએ છીએ. કેટલાક બોલિવૂડ સેલેબ્સ એવા છે જેઓ યોગા કરે છે અને તેમના ચાહકો માટે ફિટ રહેવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. ચાલો જાણીએ બૉલિવુડની એ 5 અભિનેત્રીઓ વિશે જે નિયમિત યોગ કરીને ખુદને ફિટ રાખે છે.

આ અભિનેત્રીઓ કરે છે નિયમિત યોગ
લેટેસ્ટ ફેશન સેન્સ હોય કે જીવનશૈલી, બૉલિવૂડ સેલેબ્સ હંમેશા તેમના ચાહકો માટે એક નવુ ઉદાહરણ સ્થાપિત કરે છે.કેટલાક એવા સેલેબ્સ છે જે ચાહકોને તેમના સ્વસ્થ જીવનથી પ્રેરણા આપે છે. આજે અમે તમને બૉલીવુડના એવા સેલેબ્સ વિશે જણાવીશુ જેઓ પોતાની ફિટનેસ માટે નિયમિત યોગા કરે છે. આવો જાણીએ તે 5 હસ્તીઓ વિશે...
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીનુ પરફેક્ટ ફિગર અને ચમકતો ચહેરો દર્શાવે છે કે તે નિયમિત રીતે યોગ કરે છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના યોગની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી લાંબા સમયથી યોગ કરી રહી છે અને હવે તેની હેલ્થ એપ્લિકેશન પણ છે.
કરીના કપૂર
બૉલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હંમેશા પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખે છે. કરીના ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર વિવિધ યોગાસનો કરતી તસવીરો પોસ્ટ કરે છે અને ચાહકોને સંદેશ આપે છે કે યોગ કરવા આપણી ફિટનેસ માટે કેટલા ફાયદાકારક છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે યોગ કરતા વીડિયો અને તસવીરો શેર કરે છે જેથી તે ચાહકોને યોગ કરવા માટે પ્રેરિત કરી શકે. મલાઈકા ઘણી વાર તેની ફિટનેસથી ચાહકોને પ્રભાવિત કરે છે અને અભિનેતા તેનો સંપૂર્ણ શ્રેય યોગને આપે છે! તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાનો મુંબઈમાં યોગ સ્ટુડિયો પણ છે.

સારા અલી ખાન
સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જેનુ વજન એક સમયે લગભગ 96 કિલો હતુ. જે પછી અભિનેત્રીએ પોતાને ફિટ રાખવા માટે યોગા કરવાનુ શરૂ કર્યુ. જે બાદ હવે તેને યોગ કરવાનુ ખૂબ ગમે છે. તે ઘણી જગ્યાએ યોગના ફાયદાઓ વિશે વાત કરી રહી છે અને નિયમિતપણે તેનો અભ્યાસ કરવાનુ ચાલુ રાખે છે. સારા અલી ખાનનુ હૉટ ફિગર જોઈને દરેક તેના જેવુ ફિગર ઈચ્છે છે.

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ અવારનવાર પોતાના યોગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની આ તસવીરો દર્શાવે છે કે તેને યોગ કરવાનો કેટલો શોખ છે. રકુલ ક્યારેય યોગ કરવાની પોતાની દિનચર્યા છોડતી નથી. તે પોતાની ફિટનેસ સાથે ચાહકોને યોગ કરવા માટે પ્રેરિત કરે છે.












Click it and Unblock the Notifications
