Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OMG! ન્યૂઝીલેન્ડમાં હોલી ડે મનાવી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ શું કર્યું!

કૂલ ડ્યૂડ સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ ન્યૂઝીલેન્ડમાં મસ્ત મઝાની રજાઓ ગાળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને હાલમાં ન્યૂલેન્ડ ટૂરિઝમ તરફથી ભારતનો પહેલો એમ્બેસેડર બનાવામાં આવ્યો છે. અને આ માટે જ ન્યૂઝીલેન્ડ સરકાર તરફથી તેને ન્યૂઝીલેન્ડની જાણીતી જગ્યાએ ફેરવામાં આવી રહ્યો છે. જેથી કરીને તે ભારતમાં ન્યૂઝીલેન્ડની જાણીતી જગ્યાઓનું પ્રમોશન કરી શકે.

ત્યારે એક વાત તો માનવી પડશે કે સિદ્ધાર્થ મલ્હોત્રા છે બહુ સ્માર્ટ. તેણે એક કાંકરે બે તીર માર્યા છે. ન્યૂઝીલેન્ડનો એમ્બેસેડર બનીને તેનો ફરવા શોખ પણ પૂરો કરી લીધો અને કમાણી પણ કરી લીધી. એટલું નહીં તેણે ન્યૂઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડના સ્કાય ટાવર પર સ્કાય વોક પણ કર્યું હતું. નોંધનીય છે કે આ સ્કાય ટાવરની ઊંચાઇ 192 મીટર છે. ત્યારે સિદ્ધાર્થનો આ રોમાંચક સફર કેવો રહ્યો. તેણે ત્યાં કેવી કેવી મસ્તી કરી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સિદ્ધાર્થ કરી સ્કાય વોક

સિદ્ધાર્થ કરી સ્કાય વોક

ન્યૂઝીલેન્ડની રાજધાની ઓકલેન્ડની સૌથી ઊંચી ઇમારત સ્કાય ટાવરની આસપાસ સિદ્ધાર્થ કરી સ્કાય વોક. આ બિલ્ડની ઊંચાઇ 192 મીટર છે.

જાણો કેવા રહ્યો સિદ્ધાર્થનો અનુભવ

જાણો કેવા રહ્યો સિદ્ધાર્થનો અનુભવ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના આ થ્રિલીંગ અનુભવ વિષે સોશ્યલ મીડિયા પર જણાવ્યું. તેણે કહ્યું કે ઓકલેન્ડના સૌથી ઊંચા બિલ્ડીંગ પર હું હાલ ફરી રહ્યો છું.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથે

એટલું જ નહીં સિદ્ધાર્થ મલ્હોત્રા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જ્હોન કીને પણ મળ્યો હતો. અને તેમની જોડે ફોટો પણ પડાવ્યો હતો. વધુમાં સિદ્ધાર્થ તેની સોશ્યલ સાઇટ પર લખ્યું હતું કે ભારત વતી ન્યૂઝીલેન્ડનું એમ્બેસેડર બનવું મારા માટે માનની વાત છે.

જાણો કોને આભાર માન્યો સિદ્ધાર્થ?

જાણો કોને આભાર માન્યો સિદ્ધાર્થ?

સિદ્ધાર્થે તેની પોસ્ટ પર લોર્ડ ઓફ ધ રિંગ લખનાર સર રિચાર્ડ ટેયલરનો આભાર પણ માન્યો.

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ

એટલું નહીં ન્યૂઝીલેન્ડમાં બિચારા સિદ્ધાર્થે 2 દિવસમાં પાંચ અલગ અલગ ફ્લાઇટ પકડી. જેના વિષે તેણે પોતાની સાઇટ પર જણાવ્યું હતું.

ક્યૂટ સિદ્ધાર્થ

ક્યૂટ સિદ્ધાર્થ

જો કે તેની આ ટ્રાવેલિંગના વખતે સિદ્ધાર્થે આવી કેટલીક ક્યૂટ સેલ્ફીઓ પણ પડાવી છે.

કામકાજ

કામકાજ

ત્યારે હાલ તો સિદ્ધાર્થ નિત્યા મેહરાની ફિલ્મ બાર બાર દેખોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ લીડ રોલમાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

ત્યારે આવી જ રીતે બોલીવૂડના હાર્ટથ્રોબ સિદ્ધાર્થ મલ્હોત્રાની તમામ ખબરોથી માહિતગાર રહેવા વાંચતા રહો વનઇન્ડિયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X