ઝાયરા વસીમ મામલે હવે નવો વળાંક, મેનેજરે હવે કંઈક આવું કહ્યું
ફિલ્મ 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી ઝાયરા વસીમે અચાનક બોલિવૂડ છોડી દેવાનું એલાન કરીને બધાને ચોંકાવી દીધા હતા
ફિલ્મ 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' જેવી ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી ઝાયરા વસીમે અચાનક બોલિવૂડ છોડી દેવાનું એલાન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લોકોને ખબર જ નથી પડી રહી કે તેને આ નિર્ણય કેવી રીતે લઇ લીધો. હાલમાં લોકો સોશ્યિલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેવી સ્થિતિમાં એક નવી જ કહાની સામે આવી છે કે ઝાયરા વસીમનાં બધા જ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ હેક થઇ ગયા છે.
આ પણ જુઓ: આમિર ખાનની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો
|
મેનેજરે પોતાનું નિવેદન બદલી નાખ્યું
લોકો હજુ કઈ સમજી શકે તે પહેલા જ ઝાયરા વસીમ ના મેનેજરે ફરી પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. હવે તેને મેનેજર તુહિને કહ્યું કે અમે ક્યારેય એવું નથી કહ્યું કે તેની એકાઉન્ટ હેક થયું છે. અમે એટલું કહ્યું છે કે અમે જાણવા માંગીયે છે કે આખરે શુ થયું છે તે પોસ્ટ તેમના ઘ્વારા કરવામાં આવી છે. મેનેજર અનુસાર આ મામલે સોશ્યિલ મીડિયા ટીમને ફરિયાદ કરી દેવામાં આવી છે, પરંતુ પોલીસને હજુ સુધી ફરિયાદ નથી કરવામાં આવી.

ઝાયરાએ એક્ટિંગ છોડવાનું એલાન કર્યું હતું
ઝાયરા વસીમે ફેસબૂક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને પોતાના દિલની વાત કહી છે. તેને લખ્યું છે કે 5 વર્ષ પહેલા તેને બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારપછી તેનું જીવન બિલકુલ બદલાઈ ગયું. આ સફર મારા માટે સરળ નથી રહ્યો, હું સતત 5 વર્ષથી લડી રહી છું પરંતુ હવે હિમ્મત નથી. એટલા માટે હવે હું બોલિવૂડથી મારો સંબધ હંમેશા માટે તોડી રહી છું.
|
પોતાના ધર્મ ઇસ્લામથી દૂર જઈ રહી છું: ઝાયરા
ઝાયરા વસીમ ઘ્વારા સાફ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા પર તે પોતાના ધર્મ ઇસ્લામથી દૂર થઇ રહી છે. તે છેલ્લા ઘણા સમયથી પોતાને સમજાવવા માટે પ્રત્યન કરી રહી હતી કે તે બધું સારું જ કરી રહી છે પરંતુ હવે તેને સમજમાં આવી ગયું છે કે પોતાના ધર્મ ઇસ્લામના બતાવેલા રસ્તા પર ચાલવામાં તે એક નહીં પરંતુ 100 વખત નિષ્ફળ થઇ છે. નવી લાઈફસ્ટાઈલ સાથે તે ફિટ નથી બેસી રહી, એટલા માટે તેને લાગી રહ્યું છે કે તે થાકી ગઈ છે તેને ફિલ્મ જગત છોડવાનો નિર્ણય કર્યો છે. ઝાયરા વસીમે આગળ લખ્યું કે આ નિર્ણય તેના માટે સરળ ના હતો, પરંતુ મેં ઘણું વિચાર્યા પછી આ નિર્ણય લીધો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
