For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : ખાસ ગમી નહીં જિલા ગાઝિયાબાદ

|
Google Oneindia Gujarati News

આનંદ કુમાર દ્વારા દિગ્દર્શિત જિલા ગાઝિયાબાદ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ. ફિલ્મ લોકોને કંઈ ખાસ ગમી નહીં. ફિલ્મને પ્રથમ જ દિવસે બૉક્સ ઑફિસ સારી ઓપનિંગ ન મળી. જોકે ફિલ્મમાં અરશદ વારસીની એક્ટિંગના ખૂબ વખાણ થયાં છે. ફિલ્મના નિર્માતા વિનોદ બચ્ચન છે, જ્યારે સંગીત દિગ્દર્શક અમજદ નદીમ છે.

vivek-charmy

વાર્તા : જિલા ગાઝિયાબાદ એક બાયોપિક ફિલ્મ છે કે જે ગૅંગસ્ટર ઓમપ્રકાશ (બબલૂ શ્રીવાસ્તવ)ની ઝિંદગી પર આધારિત છે. ફિલ્મમાં બે ગુર્જર દુશ્મન ગ્રુપ બતાવાયાં છે. એક ગ્રુપને સતબીર ગુર્જર (વિવેક ઓબેરૉય) લીડ કરે છે અને બીજા ગ્રુપને મહેન્દ્ર ફોજી બાઇસલા (અરશદ વારસી. ફિલ્મની વાર્તા 1990માં ઘટેલી કેટલીક ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મના પાત્રો પણ રીયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં સંજય દત્ત ઇંસ્પેક્ટર પ્રીતમ સિંહ ચૌહાણના રોલમાં છે.

એક જમીનના પ્લૉટ અંગે માથાભારે રાશિદ ખાન (રવિ કિશન) તથા ચૅરમૅન (પરેશ રાવલ) વચ્ચે ઝપાઝપી થાય છે. રાશિદની માતા ગામના પંચો દ્વારા આ વિવાદને ઉકેલવા માંગે છે. રાશિદના વકીલ નકલી અદાલતી દસ્તાવેજના બળે આ પ્લૉટ ઉપર રાશિદનો હક બતાવે છે. પંચાયતમાં ધર્મવીર ઉર્ફે માસ્ટરજી (વિવેક ઓબેરૉય) રાશિદના પેપર્સને નકલી કહે છે. તમામ પંચો આ પ્લૉટને ચૅરમૅનને આપવાનો ફેંસલો સંભળાવે છે. ફોજી ચૅરમૅન માટે લાઠીબાજ અને વસૂલીનું કામ કરે છે. ફોજી પોતાના બહેન દિવ્યા દત્તાના લગ્ન માટે 20 લાખ રુપિયા માંગે છે, પરંતુ ચૅરમૅન માત્ર 7-8 લાખ રુપિયા આપવા રાજી થાય છે. ફોજી આ વાતે ગુસ્સે થઈ જાય છે અને જતો રહે છે.

એક દિવસ ફોજીના ઘર ઉપર હુમલો થાય છે અને સૌને સતબીર ઉપર શક જાય છે. રાશિદ તે જ વખતે ફોજીને મોટી રકમ આપી પોતાની સાથે સાધી લે છે. ફોજી સતબીરના ભાઈ (ચંદ્રચૂડ સિંહ)ની હત્યા કરી નાંખે છે કે જે શહેરથી આવે છે. આના પછી જ બંને વચ્ચે ગૅંગવૉરની શરુઆત થાય છે અને સમગ્ર ગાઝિયાબાદ જિલ્લો આ ગૅંગવૉરની ઝપટે ચડી જાય છે. આ ગૅંગવૉર નાબૂદ કરવા માટે ઇંસ્પેક્ટર પ્રીતમ સિંહ (સંજય દત્ત)ને બોલાવામાં આવે છે. પ્રીતમ સિંહનું માનવું છે કે ગુનેગારને સુધારવો જોઇએ નહીં, પણ તેને ખતમજ કરી દેવો જોઇએ.

અભિનય : ફિલ્મમાં અરશદ વારસીની એક્ટિંગ બહેતરીન છે. વિવેક અને સંજયે પણ પોતાની એક્ટિંગની બહેતરીન રજુઆત કરી છે.

English summary
Zila Ghaziabad movie is a biopic, based on the notorious gangster Omprakash alias Babloo Srivastava's life.The movie is based on a war between 2 rival groups of Gurjars. One led by Satbir Gurjar (played by Vivek Oberoi) and the other led by Mahender Fauji Baisla, played by Arshad Warsi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X