મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધૂઆંધાર’માંથી આ હિરોઈન આઉટ, જાણો કોની થઈ એન્ટ્રી?
મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધૂઆંધાર’માંથી આ હિરોઈન આઉટ, જાણો કોની થઈ એન્ટ્રી?
મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ ધૂઆંધાર સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પુરુ થયું છે. ફિલ્મના એક્ટર્સ, ડિરેક્ટર્સ અને ક્રૂએ પોતાના સોશિયલ મીડિયા પર રૅપ અપના ફોટોઝ શૅર કર્યા હતા. ત્યારે હવે ફિલ્મ ધૂઆંધારને લઈ નવી જ માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ધૂઆંધારમાં હિરોઈન ચેન્જ થઈ ગઈ છે.

બીજલ જોશીની બાદબાકી
મળતી માહિતી પ્રમાણે ફિલ્મ ધૂઆંધારમાંથી બીજલ જોશીની બાદબાકી થઈ છે. ફિલ્મના શૂટ અને બીજલ જોશીની તારીખ સેટ ન થતી હોવાથી બીજલ જોશી હવે આ ફિલ્મનો હિસ્સો નથી રહ્યા. બીજલ જોશી સોની ટીવી પર પ્રસારિત થયેલી સિરીયલ ‘લેડીઝ સ્પેશિયલ'માં બિન્દુના પાત્રમાં લોકપ્રિય થયા હતા. આ ઉપરાંત તેઓ ફેરાફેરી હેરાફેરી, ચોર બની થનગાટ કરે જેવી ગુજરાતી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. ત્યારે ધૂઆંધાર તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ બનવાની હતી. પરંતુ ફેન્સે હવે બીજલ જોશીને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે થોડી રાહ જોવી પડશે.

ડિમ્પલ બિસ્કુટવાલા થયા કાસ્ટ
તો બીજલ જોશીના સ્થાને ફિલ્મમાં ડિમ્પલ બિસ્કુટવાલાને કાસ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિંગિંગ અને એક્ટિંગ બંનેમાંડ ડિમ્પલ બિસ્કુટવાલા એક જાણીતું નામ છે. આ પહેલા તેઓ રેહાન ચૌધરી સાથે જ ફિલ્મ ‘તું છે ને'માં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ ‘G'માં પણ દેખાયા હતા. ત્યારે હવે ધૂઆંધારમાં પણ આ જોડી ફરી સાથે કામ કરી રહી છે.

ફિલ્મમાં છે 3 હિરોઈન્સ
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધૂઆંધારમાં ડિમ્પલ બિસ્કુટવાલાની સાથે અન્ય બે હિરોઈન્સ પણ જોવા મળશે. આ ફિલ્મમાં નેત્રી ત્રિવેદી અને આલીષા પ્રજાપતિ પણ દેખાશે. ફિલ્મમાં મલ્હાર એક બોક્સરનું પાત્ર ભજવી રહ્યા છે. જો કે ધૂઆંધાર કોઈ સ્પોર્ટ્સ ફિલ્મ નથી, પરંતુ એક થ્રિલર ફિલ્મ હશે. જે જાન્યુઆરી 2021માં રિલીઝ થઈ શકે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
