Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુનિક છે મલ્હાર ઠાકરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ, તમે પણ કરી શકો છો ફોલો

યુનિક છે મલ્હાર ઠાકરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ, તમે પણ કરી શકો છો ફોલો

મલ્હાર ઠાકરની લેટેસ્ટ ફિલ્મ ગોળકેરીને દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મલ્હારનો નવો અવતાર લોકોને પસંદ આવી રહ્યો છે. રિયલ લાઈફમાં મલ્હારનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ખૂબ જ યુનિક છે. જુઓ મલ્હાર ઠાકરના ફોટોઝ અને ફોલો કરો એમની યુનિક સ્ટાઈલ

હિટ સુપરસ્ટાર

હિટ સુપરસ્ટાર

છેલ્લો દિવસથી શરૂ કરીને મલ્હારની મોટાભાગની ફિલ્મો હિટ રહી છે. ત્યારથી જ મલ્હારનું ન ફોલોઈંગ પણ જબરજસ્ત વધ્યુ છે. ફેન્સ મલ્હાર ઠાકરની ટીશર્ટથી લઈને ચશ્માની સ્ટાઈલ, હેરસ્ટાઈલથી લઈને કપડાની સ્ટાઈલ પણ ફોલો કરે છે.

લેટેસ્ટ લૂક

લેટેસ્ટ લૂક

આ છે મલ્હાર ઠાકરનો લેટેસ્ટ લૂક. ફિલ્મ ધૂઆંધર માટે આકરી તાલીમ લીધા બાદ મલ્હારે આ ફોટો પોસ્ટ કર્યો છે. જબરજસ્ત ફિટ મલ્હાર મર્જન્ટા જેકેટમાં બ્લેક સ્પેક્સ સાથે એકદમ હેન્ડસમ લાગી રહ્યા છેને!

સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સ્ટાઈલ સ્ટેટમેન્ટ

ડેનીમ જેકેટ, સ્ટ્રેપ્સવાળી ટીશર્ટ અને ડેનીમ જીન્સમાં મલ્હાર ડેશિંગ લાગી રહ્યા છે. મલ્હારે પોતાનો લૂક એક બ્લેક સ્ટ્રેપ્સવાળી વૉચ સાથે કમ્પલીટ કર્યો છે. શિયાળો જતો રહ્યો છે, પરંતુ ડેનિમ જેકેટ તમે હજી પણ કૅરી કરી શકો છો.

ટીશર્ટ મલ્હારને સૌથી વધુ પ્રિય

ટીશર્ટ મલ્હારને સૌથી વધુ પ્રિય

લાગે છે ટીશર્ટ મલ્હારને સૌથી વધુ પ્રિય છે. તેમની ઈન્સ્ટા પ્રોફાઈલમાં સૌથી વધુ ફોટોઝ ટીશર્ટમાં જ છે. એમાંય મુંબઈ લોકલના મેપ જેવી ડિઝાઈનની આ ટીશર્ટ મલ્હારને કૂલ લૂક આપી રહી છે.

એકદમ કેઝ્યુઅલ લૂક

એકદમ કેઝ્યુઅલ લૂક

આ છે મલ્હારનો એકદમ કેઝ્યુઅલ લૂક. લાગે છે ને મમ્લાઝ બોય!!! હવે મલ્હાર મમ્માઝ બોય છે કે નહીં તો ખબર નથી, પરંતુ જો તમારે પણ ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને મળવાનું હોય, તો આ પ્રકારનો લૂક પરફેક્ટ સાબિત થશે.

કેઝ્યુઅલ લૂક

કેઝ્યુઅલ લૂક

મલ્હારનો વન મોર કેઝ્યુઅલ લૂક. ચેક્સ હંમેશા બોય્ઝ માટે બેસ્ટ રહે છે. ચેક્સનો શર્ટ અને ડાર્ક બ્લૂ પેન્ટ તમને સિમ્પલનું સિમ્પલ અને સ્ટાઈલિશ લૂક પણ આપે છે.

ટ્રેડિશનલ અટાયર

ટ્રેડિશનલ અટાયર

મલ્હારને કેઝ્યુઅલની સાથે સાથે ટ્રેડિશનલ અટાયર પણ એટલો જ સ્યુટ થાય છે. જો તમારે પણ ટ્રેડિશનલ કપડા પહેરવાના હોય તો મલ્હારની જેમ કુર્તા પાયજામા પર મોદી જેકેટ તમને હેન્ડસમ બનાવશે.

કૂલ બોય

કૂલ બોય

મલ્હાર આ ફોટોમાં લાગી રહ્યા છેને એકદમ કૂલ બોય. પહેલા કહ્યું તેમ ટીશર્ટ મલ્હારની પ્રિય છે. સાથે જ મલ્હાર ટીશર્ટને અલગ અલગ રીતે પહેરીને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને યુનિક બનાવે છે. તમે પણ ટી શર્ટ પર સ્વેટ શર્ટ, સાથે કેઝ્યુઅલ પેન્ટ અને સ્નીકર્સ પહેરીને કૂલ લૂક અપનાવી શકો છો.

મોદી જેકેટ

મોદી જેકેટ

આ ટ્રેડિશનલ લૂકમાં પણ મલ્હાર જામી રહ્યા છે. આ લૂકમાં મલ્હારે નવા પ્રકારનું મોદી જેકેટ ટ્રાય કર્યુ છે. લોંગ મોદી જેકેટની સ્ટાઈલ તમે પણ ટ્રાય કરી શકો છો. સાથે જ મલ્હાર જેવા સ્પેક્સ પણ તમને એક સિમ્પલ લૂક આપશે.

ક્લાસિક અટાયર

ક્લાસિક અટાયર

મલ્હારનો લૂક સ્ટાઈલિશ અને ટ્રેડિશનલ બંનેમાં કામ આવે એવો છે. એમાંય વ્હાઈટ શર્ટ અને બ્લૂ ડેનિમ બોય્ઝ માટે એક ક્લાસિક અટાયર છે. જો તમને પણ ડેટ પર જવા માટે કંઈ સૂજતું ન હોય તો આ લૂક ટ્રાય કરી લો.

સ્પેશિયલ ઉનાળુ લૂક

સ્પેશિયલ ઉનાળુ લૂક

અને પેશ એ ખિદમત હૈ સ્પેશિયલ ઉનાળુ લૂક. ગરમી લગભગ શરૂ થઈ ગઈ છે ત્યારે તમે પણ આ ગુજ્જુબોયની જેમ ટી શર્ટ અને શોર્ટ્સના શોખીન હો તો ગરમીથી રાહતની સાથે સાથે ફેશન પણ થઈ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X