For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની ટીવી ચેનલને 'નમો ગુજરાત' કરાઇ બ્લેક આઉટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 7 ઑક્ટોબર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ટીવી ચેનલના માધ્યમથી પ્રચાર મેદાનમાં ઉતરેલા નરેન્દ્ર મોદીને જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર ''નમો ગુજરાત'' ટીવી ચેનલને બ્લેક આઉટ કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણીઓમાં ટીવી ચેનલના મારફતે પોતાના પ્રચારને રોકેટગતિએ આગળ ધપાવવા માંગતાં હતા પરંતુ આ પ્રયત્ન ટેક ઓફની સાથે જ ક્રેશ થતો જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીની નવી નવેલી ચેનલ નમો ગુજરાત તેના લોચિંગના બીજા જ દિવસે બ્લેક આઉટ થઇ ગઇ છે.

કહેવામાં આવે છે કે ચૂંટણી આયોગે બ્રોડકાસ્ટ્ર્સની એક મીટીંગ બોલાવી હતી અને તેને પેડ ન્યૂઝની ગાઇડલાઇન્સ પર સખતપણે અમલ કરવાનું કહ્યું હતું. ચૂંટણી આયોગે સ્પષ્ટ કહી દિધું છે કે જ્યાર સુધી આ ચેનલને ક્લીયરન્સ મળશે નહી ત્યાં સુધી તેનું પ્રસારણ કરવામાં આવશે નહી.

આ ચેનલ 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતીના અવસરે લોન્ચ થઇ હતી અને તેના પર મોદીના ભાષણો ચલાવવામાં આવ્યાં હતાં. મોદીના વિરોધીઓએ તેના વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી અને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો ત્યારે આ ચેનલનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું. કોંગ્રેસે માંગણી કરી છે કે આ ચેનલને મળેલા ફંડની તપાસ કરવામાં આવશે.

જોકે આવું પ્રથમ બન્યું એવું નથી કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાન માટે મીડિયાને માધ્યમ બનાવ્યું હોય. ગત વર્ષે ચૂંટણી દરમિયાન તેમને વંદે ગુજરાતના નામે એક ઇન્ટરનેટ ટીવી પ્રૉટોકોલ લોન્ચ કરી હતી પરંતુ કેટલીક ફરિયાદો બાદ ચૂંટણી આયોગે તેના પર પાબંધી લગાવી હતી.

English summary
Amid complaints from a number of people that they were not able to watch NaMo Gujarat, the TV channel that went on air Thursday, District Collector Vijay Nehra today said he had not issued any orders to take the channel off air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X