15 જુલાઈએ રિલીઝ થશે સુપરસ્ટાર પ્રતીક ગાંધીની ગુજરાતી ફિલ્મ ‘સારથી’!
'સ્કેમ 1992' ફેમ પ્રતિક ગાંધી ફરી એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક લેખકની ભૂમિકા ભજવી રહ્યા છે.
'સ્કેમ 1992' ફેમ પ્રતિક ગાંધી ફરી એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક લેખકની ભૂમિકા ભજવી રહ્યા છે. સ્કેમ 1992 બાદ ઘણા સમયે પ્રતિક ગાંધી ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે, ત્યારે દર્શકો પણ આ ફિલ્મ માટે ઉત્સાહિત છે.

આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે અને તે એક અનાથ બાળક અને વૃદ્ધ મહિલાની આસપાસ ફરે છે જેમના જીવન આકસ્મિક રીતે વાર્તામાં એકબીજા સાથે જોડાય છે.
આ ફિલ્મમાં પ્રતિક ગાંધીની સાથે મીનલ પટેલ, ચંદ્રશેખર શુક્લા, છાયા વોરા, કીર્તિકા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ગીતો પાર્થ ગોહિલે લખ્યા અને તેને અવાજ પણ તેમણે જ આપ્યો છે. ફિલ્મ 'સારથી' રફીક શેખે લખી અને ડિરેક્ટ કરી છે. તો કીર્તિકા ભટ્ટે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મ વિશે વાત કરતા, સારથિના લેખક અને દિગ્દર્શક રફીક શેખ કહે છે, ફિલ્મની વાર્તા સ્ત્રી કેન્દ્રીત છે અને તે એક અનાથ બાળક અને એક વૃદ્ધ મહિલાની આસપાસ ફરે છે જેમનું જીવન આકસ્મિક રીતે વાર્તામાં એકબીજા સાથે જોડાયેલું છે.
આ ફિલ્મના નિર્માતા કીર્તિકા ભટ્ટ કહે છે, "આ એક સુંદર સામાજિક સંદેશો આપતી ફિલ્મ છે. હું માનું છું કે 'ઉંમર માત્ર એક નંબર છે' તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમે જ્યાં જવું હોય તો ત્યાં જઈ જ શકો છો. તમે દૃઢ નિશ્ચય સાથે આગળ વધો. ફિલ્મમાં કોમેડી પણ એટલી જ છે જેથી લોકો નું મનોરંજન પણ થશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
