For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાપ પંચાયતો સામે બંડ પોકારશે ‘પ્રેમ રોગ’, વઢવાણિયાને બરકતમાં મળશે હૅટ્રિક?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ઑગસ્ટ : પ્રેમ રોગ ફિલ્મનું નામ તો યાદ જ હશે? કોણ ભુલી શકે બૉલીવુડની આવી યાદગાર ફિલ્મ? ઋષિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરેના લીડ રોલ ધરાવતી પ્રેમ રોગ ફિલ્મ માત્ર પ્રેમ પર આધારિત કોઈ રોમાંટિક ફિલ્મ નહોતી. એ ફિલ્મ તો તે વખતના સમાજની કેટલીક રુઢીઓ સામે બંડ પોકારતી ફિલ્મ હતી.

ખેર, અમારે તમને એટલી જૂની ફિલ્મ વિશે લાંબી વાત નથી કરવી. અમે તો વાત કરી રહ્યા છે આજની નવી ફિલ્મ પ્રેમ રોગ વિશે. જોકે આ ફિલ્મમાં તેમને ઋષિ કપૂર કે પદ્મિની કોલ્હાપુરે નહીં જોવા મળે, પણ હા, સમાજની રુઢીઓ અને કેટલીક પ્રચલિત પ્રથાઓ સામે બંડ પોકારતા પ્રેમી પંખીડાઓ જરૂર જોવા મળશે.

બરાબર સમજ્યા! પ્રેમ રોગ આગામી ગુજરાતી ફિલ્મ છે અને તે હરિયાણા જેવા રાજ્યોમાં ચાલતી ખાપ પંચાયતો અને તેમની ક્રૂરતાને ઉજાગર કરે છે. ચાલો તસવીરો સાથે જાણીએ પ્રેમ રોગ ફિલ્મ વિશે વિગતવાર :

હેટ્રિક સફળતાની દિશામાં બરકત વઢવાણીયાની ત્રીજી ગુજરાતી ફિલ્મ 'પ્રેમરોગ'

શિખર પર બરકત

શિખર પર બરકત

ગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક બરકત વઢવાણિયાના બૅનર આર્યન રાજ ફિલ્મ્સ બૉલીવુડના મોટાં-મોટાં બૅનર્સની જેમ અદ્ભુત સફળતા અને પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે. 'પ્રાણ જાય પણ પ્રીત ના જાય' અને 'ઘાયલ' જેવી બબ્બે ગુજરાતી ફિલ્મોની સફળતાએ બરકત વઢવાણીયાનું નામ શિખર પર મૂકી દીધું છે.

પ્રેમ રોગનું નજરાણું

પ્રેમ રોગનું નજરાણું

શ્રાવણના તહેવારોમાં ગુજરાતી ફિલ્મ રસિકો માટે બરકત વઢવાણિયા તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ 'પ્રેમ રોગ' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનો વિષય તેમની અગાઉની ફિલ્મોથી તદ્દન ભિન્ન હોવા છતાં સાંપ્રત સમસ્યાને આવરી લે છે.

ખાપ પંચાયતો ક્રૂરતા

ખાપ પંચાયતો ક્રૂરતા

સામાજિક વ્યવસ્થામાં હાહાકાર મચાવતી ખાપ પંચાયતો વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. હરિયાણા સહિત ભારતનાં કેટલાક રાજ્યોમાં આજેય ખાપ પંચાયતોનો દબદબો છે. એનો મુખી સમાજનો સર્વેસર્વા અને એનો આદેશ અદાલતથી પણ ઊંચેરો મનાય.

ગજુભાની અદાલત

ગજુભાની અદાલત

ગુજરાતના રામપુર ગામમાં આવી જ એક ક્રૂર ખાપ પંચાયત છે. એના મુખી છે ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા. ગજુભાની અદાલતમાં પ્રેમ અને પ્રેમીઓને કોઈ સ્થાન નથી. એમને મન પ્રેમ એટલે મોત. ગજુભાનો પ્રેમ સામે આવો છે ક્રૂર કાયદો.

ગજુભાની ભત્રીજીને થયો પ્રેમ રોગ

ગજુભાની ભત્રીજીને થયો પ્રેમ રોગ

ગજુભાની ભત્રીજી રેશમાને પરનાતના યુવાન વિજય પટેલ સાથે પ્રેમ થાય છે. અને... સર્જાય છે એક જોરદાર રહસ્ય, રોમાંચ, રોમાન્સ સાથે અસરદાર સંવાદો, ખુમારીની અનુભૂતિ કરાવતી અદાકારી. કર્ણપ્રિય સંગીત સાથે ગણગણવાનું મન થાય એવાં ગીતો વચ્ચે 'પ્રેમરોગ' વધુ અસાધ્ય બને છે.

બરકત સર્વેસર્વા

બરકત સર્વેસર્વા

'પ્રેમરોગ'નાં નિર્માણ, દિગ્દર્શન, કથા- પટકથા-સંવાદ અને ગીતો બરકત વઢવાણિયાનાં છે. સંગીત ઇકબાલ મીરનું છે.

નદીમ-રૂબીના

નદીમ-રૂબીના

પ્રેમરોગીઓની હ્રદયસ્પર્શી ભૂમિકામાં છે નદીમ ખાન અને રૂબીના બેલીમ. અન્ય મુખ્ય કલાકારો છે ચંદન રાઠોડ, નિશાંત પંડ્યા, કિરણ આચાર્ય, સન્ની ખત્રી, દીશા પટેલ, ઉષા ભાટિયા, દેવેન્દ્ર પંડિત, રાજુ વઢવાણીયા અને બરકત વઢવાણિયા.

English summary
Prem Rog is a Gujarati movie. The movie is produced by Barkat Wadhwania's Aaryan Raj Films, which had gave two successful movies Pran Jaye Pan Preet Na Jaye and Ghayal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X