For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 હૉરર ફિલ્મો જોવાના બદલામાં કંપની આપશે 95 હજાર રુપિયા, દમ હોય તો આ રીતે કરો અપ્લાઈ

શું તમે હૉરર ફિલ્મો જોવાના શોખીન છો? જો હા, તો તમારી હૉરર ફિલ્મો જોવા સાથે-સાથે કમાણી કરવાનો સુંદર મોકો છે. જાણો કેવી રીતે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શું તમે હૉરર ફિલ્મો જોવાના શોખીન છો? જો હા, તો તમારી હૉરર ફિલ્મો જોવા સાથે-સાથે કમાણી કરવાનો સુંદર મોકો છે. હા, સાચુ સાંભળ્યુ તમે. એક અમેરિકી કંપની ઓક્ટોબરમાં એટલે કે આવતા મહિને 13 હૉરર ફિલ્મો જોવા માટે તમને 1300 ડૉલર એટલે કે 95,000 રૂપિયા ચૂકવશે. અમેરિકાની FinanceBuzz નામની કંપની તમને આ તક આપી રહી છે. કંપનીને એક એવા વ્યક્તિની શોધ છે જે કંપનીની હૉરર ફિલ્મોની લિસ્ટમાં શામેલ 13 ડરામણી ફિલ્મો જોઈ શકે. આ દરમિયાન એક ફિટ બેંડના માધ્યમથી એ વ્યક્તિની હાર્ટ બીટ પણ ચેક કરવામાં આવશે.

શું છે કંપનીનો ઉદ્દેશ

શું છે કંપનીનો ઉદ્દેશ

વાસ્તવમાં, કંપનીનો ઉદ્દેશ એ જાણવાનો છે કે શું નાના બજેટની ફિલ્મો પણ દર્શકો પર એટલો જ પ્રભાવ પાડે છે કે નહિ જેટલો મોટા બજેટની ફિલ્મો. આ વ્યક્તિએ મૂવીનુ રેટિંગ પણ આપવાનુ રહેશે. કંપની વાસ્તવમાં એ જાણવા માંગે છે કે જેટલા પૈસા હૉરર મૂવીઝ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે એટલા જ પૈસા લગાવવા યોગ્ય છે કે નહિ કે ફરી લો બજેટની હૉરર ફિલ્મોથી કામ ચલાવી શકાય છે.

આ 13 ફિલ્મો જોવાની રહેશે

આ 13 ફિલ્મો જોવાની રહેશે

કંપનીએ એ 13 ફિલ્મોનુ લિસ્ટ પણ જાહેર કર્યુ છે જેને તમારી જોવાની રહેશે. જો તમને પસંદ કરી લેવામાં આવે તો. આવો, તમને જણાવીએ એ ફિલ્મોના નામ. આ ફિલ્મોમાં સૉ એમિટીવિલે હૉરર, એ ક્વાઈટ પ્લેસ, અ ક્વાઈટ પ્લેસ પાર્ટ 2, કેન્ડીમેન, ઈંસાઈટિયસ, ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ, સિનિસ્ટર, ગેટ આઉટ, ધ પર્જ, હેલોઈન, પેરાનૉર્મલ એક્ટિવિટી, એનાબેલ ફિલ્મો શામેલ છે. બની શકે કે તમે આમાંથી કોઈ ફિલ્મ જોઈ પણ હોય. ફિલ્મો જોવા માટે તમને વધુ લગભગ 3 હજાર રૂપિયા જમવા માટે આપવામાં આવશે.

કેવી રીતે કરશો અપ્લાઈ

કેવી રીતે કરશો અપ્લાઈ

જો તમે આ ફિલ્મો જોવા માંગતા હોય તો અને 95 હજાર રૂપિયા કમાવા માંગતા હોય તો કંપનીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ એક ફૉર્મને જલ્જી ભરી દો કારણકે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર છે. 1 ઓક્ટોબર સુધી કેન્ડીડેટને પસંદ કરવામાં આવશે અને ઈમેલના માધ્યમથી તેનો સંપર્ક કરવામાં આવશે. 4 ઓક્ટોબર સુધી કંપની ફીડબેક મોકલી દેશે. જો તમે પસંદ કરવામાં આવશે તો તમારી પાસે 9 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધીનો સમય રહેશે. જેમાં તમારે ફિલ્મો જોવાની રહેશે અને પોતાનો નાનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે કંપની આ તક માત્ર એ લોકોને જ આપવા જઈ રહી છે જે અમેરિકાના નિવાસી છે.

English summary
95 thousand rupees for watching 13 horror movies, apply soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X