એશ્લે-ગુડ આખી રાત એક-બીજાને ચૂમતા રહ્યાં!
લૉસ એંજલ્સ, 25 ડિસેમ્બર : હૉલીવુડ અભિનેત્રી અને મૉડેલ એશ્લે બેન્સન પુનઃ પોતાના પ્રેમી રયાન ગુડ નજીક આવવા અંગેની માહિતી મળી છે.
24 વર્ષીય એશ્લેએ વર્ષ 2012ના અંતે ગુડ સાથે પોતાનો એક વર્ષનો સંબંધ તોડી નાંખ્યો હતો, પણ બેન્સનના 24મા જન્મ દિવસે બંને ભેંટતા જોવાયા બાદ બંનેના પુનર્મિલનની અટકળો ચાલી નિકળી છે. યૂએસમૅગેઝીન.કૉમ વેબસાઇટે એક સૂત્રના હવાલાથી જણાવ્યું - રયાન અને એશ્લે આખી રાત એક-બીજાને કિસ કરી રહ્યા હતાં.નોંધનીય છે કે રયાન ગુડથી જુદા થયા બાદ અફવા ઉડી હતી કે એશ્લે બેન્સન અભિનેતા જેમ્સ ફ્રૅંકો સાથે ડેટિંગ કરી રહ્યા હતાં. કહેવાયુ હતું કે ગત વર્ષે સ્પ્રિંગ બ્રેકર્સ ફિલ્મના સેટ ઉપર એશ્લે જેમ્સની નજીક આવ્યા હતાં, પરંતુ ઑક્ટોબરમાં એશ્લેએ આવા તમામ સમાચારો ફગાવી દીધા હતાં.













Click it and Unblock the Notifications
