'એવેંજર્સ એંડગેમ'નું એડવાંસ બુકિંગ, 2 કલાકમાં બધા શો હાઉસફૂલ, જાણો ટિકિટના ભાવ

જાણીતી હોલિવુડ સીરિઝ એવેંજર્સ એંડગેમ ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે અને રિલીઝ પહેલા જ ફિલ્મે તહેલકો મચાવી દીધો છે.

જાણીતી હોલિવુડ સીરિઝ એવેંજર્સ એંડગેમ ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે અને રિલીઝ પહેલા જ ફિલ્મે તહેલકો મચાવી દીધો છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર એડવાંસ બુકિંગ કાલથી શરૂ થઈ ગયુ છે. જ્યાં સુધી કોઈ કંઈ સમજે ત્યાં સુધીમાં તો ફિલ્મના બધા શો હાઉસફૂલ થઈ ગયા. એટલુ જ નહિ ફિલ્મની ટિકિટની એટલી ડિમાન્ડ હતી કે બધા એપ અને વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ. ફિલ્મ માટે દર્શકોનો ઉત્સાહ એટલો છે કે ફિલ્મની ટિકિટ 2200 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ પહેલા સૌથી મોંઘી ટિકિટ ઠગ્ઝ ઑફ હિંદુસ્તાન માટે વેચાઈ હતી જેની કિંમત 400-1600 રૂપિયા સુધીની હતી. ઉલ્લેખનીય છે કે એવેંજર્સની ગઈ ફિલ્મને પણ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.

સૌથી મોટી સીરિઝ

સૌથી મોટી સીરિઝ

એવેંજર્સ માર્વેલ યુનિવર્સના સુપરહીરોની એક સીરિઝ છે જેમાં કુલ 21 ફિલ્મો છે. આ સિનેમાના ઈતિહાસની સૌથી વધુ કમાતી સીરિઝ છે.

ઘણા સુપરહીરો

ઘણા સુપરહીરો

આ સીરિઝની શરૂઆત થઈ હતી આયર્નમેન સાથે. ત્યારબાદ હલ્ક, કેપ્ટન અમેરિકા સાથે કહાનીઓ અને સુપરહીરો વધ્યા ત્યારબાદ પહેલી એવેંજર્સ ફિલ્મ બની જ્યાં બધા સુપરહીરો એક સાથે આવ્યા.

એવેંજર્સ ટૉપ 10

એવેંજર્સ ટૉપ 10

એવેંજર્સનો પહેલો ભાગ, વિશ્વની ટૉપ 10 ફિલ્મોમાં છઠ્ઠા નંબર પર છે. જ્યારે એવેંજર્સ એજ ઑફ અલ્ટ્રોન 8માં નંબર પર. ગઈ ફિલ્મ ‘એવેંજર્સ ઈનફિનિટી વૉર'નો વર્લ્ડવાઈડ રેંક છે 4.

ક્લાઈમેક્સની ચિંતા

ક્લાઈમેક્સની ચિંતા

આ વખતે ફિલ્મ બનાવતી વખતે ડાયરેક્ટરની સૌથી મોટી ચિંતા હતી કે ક્લાઈમેક્સ લીક ના થઈ જાય. એટલે ફિલ્મને એક નહિ બે નહિ પરંતુ પૂરા પાંચ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા જેમાંથી માત્ર એક જ ફિલ્મનો હિસ્સો હશે.

લીક થયા અમુક ભાગ

લીક થયા અમુક ભાગ

ઉલ્લેખનીય છે કે રિલીઝ પહેલા જ ફિલ્મના અમુક ભાગ લીક થઈ ચૂક્યા હતા ત્યારબાદ ફિલ્મ સાથે જોડાયેલી ટીમે ફેન્સને વિનંતી કરી હતી કે પોતાની આ ફેવરિટ સીરિઝને સારી રીતે વિદાય કરો અને થિયેટરમાં જઈને જ જુઓ.

પહેલા જ તૂટ્યો રેકોર્ડ

પહેલા જ તૂટ્યો રેકોર્ડ

એવેંજર્સ એંડગેમે વિશ્વમાં બુકિંગના સ્તર પર પહેલા જ રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મની ટિકિટ એટલી ધડાધડ વેચાઈ કે સ્ટાર વૉર્સનો રેકોર્ડ પણ તૂટી ગયો.

આટલી મોંઘી ટિકિટ

આટલી મોંઘી ટિકિટ

જ્યાં એક તરફ ભારતમાં ફિલ્મની ટિકિટ 2500 રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે ત્યાં બીજી તરફ યુએસમાં આ ટિકિટ 500 ડૉલરમાં વેચાઈ રહી છે. એટલે કે ભારતમાં લગભગ 34 હજારની ટિકિટ.

જબરસ્ત કમાણી

જબરસ્ત કમાણી

2018માં રિલીઝ થયેલી એવેંજર્સ ઈનફિનિટી વૉરે પણ ભારતમાં સારી એવી કમાણી કરી અને ફિલ્મે લગભગ તમામ 222 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન આપ્યુ હતુ.

ચાર ભાષાઓમાં રિલીઝ

ચાર ભાષાઓમાં રિલીઝ

એવેંજર્સ એંડગેમ તમિલ, તેલુગુ, હિંદી અને અંગ્રેજીમાં રિલીઝ થઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મમે એક દિવસમાં કમસે કમ 12-13 શો મળશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક વર્ષોથી હોલિવુડ ફિલ્મો એ આપી રહી છે જે આપણા ભારતીય દર્શક જોઈ અને સમજી શકે. આ જ કારણ છે કે સિનેમાના માર્કેટમાં હોલિવુડ ફિલ્મો વેચાઈ રહી છે. છેલ્લા અમુક વર્ષોમાં હોલિવુડ ફિલ્મો દર્શકોના દિલમાં જગ્યા પણ બનાવી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ કમાલ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X