Private Pics : બેયોંસ-જે ઝેડ સ્ટેજ પર બન્યાં Live Romantic!
હૉલીવુડ સિંગર તથા સૉંગ રાઇટર બેયોંસ નોલ્સ અને જે ઝેડે પેરિસ ખાતેની છેલ્લી ઑન ધ રન ટૂરને યાદગાર બનાવી દીધી હતી. પેરિસ ખાતે તેમની છેલ્લી રાત્રિએ આ કપલ ક્રેઝી ઇન લવ થઈ ગયુ હતું. આ કપલે પોતાની ફૅમિલીની તસવીરો અને સ્ટેજ ઉપર કરેલ પરફૉર્મન્સની તસવીરો તથા ફુટેજ શૅર કર્યા છે.
બેયોંસ નોલ્સ તથા જે ઝેડે તાજેતરમાં જ પેરિસ ખાતે યોજાયેલ ઑન ધ રન ટૂર શોમાં ભાગ લીધો. બંનેએ આ શોમાં સ્ટેજ પરફૉર્મન્સ આપ્યું. પરફૉર્મન્સ દરમિયાન બંનેએ પોતાની રીયલ લાઇફનું પ્રદર્શન કર્યું અને તેનો વીડિયો પણ શૅર કર્યો. બેયોંસ તથા જે ઝેડે પોતાના પ્રેમ, લગ્ન, બેયોંસની પ્રેગ્નંસી, બ્લ્યુ ઈવીના જન્મ તથા વૅકેશન વિગેરેના ફુટેજ પણ શો કર્યા છે. ફુટેજ બૅકગ્રાઉંડને શો કરે છે કે જ્યારે સિંગર દિવા બેયોંસ તથા તેના રૅપર હસ્બંડ જે ઝેડ સ્ટેજ ઉપર લાઇવ પરફૉર્મ કરતા હતાં અને તેમનો પાવરફુલ અવાજ કાને પડઘો પાડતો હતો.
બેયોંસ લાગણીશીલ અને અશ્રુભીની આંખો સાથે પરફૉર્મન્સ શરૂ કર્યું. એક-બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો આ સાચે જ એક રોમાંટિક રસ્તો હતો.
ચાલો આપને બતાવીએ ઑન ધ રન ટૂર શોમાં બેયોંસ-જે ઝેડના પરફૉર્મન્સ તથા ફૅમિલીની તસવીરો :

અશ્રુભીના બેયોંસ
બેયોંસ પરફૉર્મન્સ આપતાં પહેલા લાગણીશીલ બની ગયા હતાં અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

જે ઝેડ
બેયોંસના પતિ જે ઝેડ પણ લાગણીશીલ બની ગયા હતાં.

બ્લાસ્ટ ફ્રૉમ ધ પાસ્ટ
ફુટેજમાં બેયોંસ અને જે ઝેડની જૂની તસવીર પણ દેખાય છે.

ડાન્સિંગ
બિકિનીમાં ડાન્સ કરતાં બેયોંસ.

સ્મૉક ઇટ આઉટ!
આ શૉટમાં બેયોંસ ધુમ્રપાન કરતા જણાય છે.

શાનદાર ડાયમંડ્સ
વીડિયોના એક શૉટમાં જે ઝેડ રિંગ બૉક્સ ખોલે છે અને તેને કૅમેરામાં બતાવે છે. પછી તેઓ તે રિંગ બેયોંસને પહેરાવે છે. બેયોંસ રિંગ સાથે પોઝ આપતા જણાય છે.

આઈવી ટૅટૂ
આ વીડિયોમાં બંનેના હાથે આઈવી ટૅટૂ પણ દેખાય છે.

લગ્ન
હા, વીડિયોમાં બંનેના લગ્નની તસવીર પણ છે.

બેયોંસની પ્રેગ્નંસી
સગર્ભા બેયોંસે મૅગેઝીનો માટે પોઝ નહોતો આપ્યો, પણ પોતાના પ્રાઇવેટ ફૅમિલી આલબમ માટે જે ઝેડ સાથે આ પોઝ આપ્યો હતો.

બ્લ્યુ ઈવીનો જન્મ
બેયોંસની આ વધુ એક એક્સક્લુસિવ તસવીર છે. આ તસવીર દીકરી બ્લ્યુ ઈવીના જન્મ બાદની છે.

ફન વિથ ડૉટર
એક પૂલમાં દીકરી બ્લ્યુ ઈવી સાથે મસ્તી કરતાં બેયોંસ.

પહેલુ પગલું
બેયોંસ-જે ઝેડે દીકરી બ્લ્યુ ઈવીના પહેલા પગલાના ફુટેજ પણ રેકૉર્ડ કર્યા છે.

જન્મ દિવસ
બ્લ્યુ ઈવીના જન્મ દિવસની તસવીર.

રોમાંટિક અંત
સ્ટેજ પરફૉર્મન્સનો અંત બેયોંસ તથા જે ઝેડે કિસિંગ તથા એક-બીજાને ભેંટીને કર્યો.













Click it and Unblock the Notifications
