ડેવિડ લુકાડો સાથે લગ્ન કરશે બ્રિટની સ્પીયર્સ
મુંબઈ, 28 મે : હૉલીવુડ ગાયિકા બ્રિટની સ્પીયર્સ ગાયક ડેવિડ લુકાડો સાથે સંબંધ બાંધવા સંમત થઈ ગયાં છે. જોકે તેમના પિતા નથી ઇચ્છતાં કે બ્રિટની ઉતાવળમાં કોઈ નિર્ણય કરે.

મળતી માહિતી મુજબ બ્રિટની સ્પીયર્સ અને ડેવિડ લુકાડોની સૌપ્રથમ ફેબ્રુઆરી 2013માં સાથે તસવીર લેવામાં આવી હતી. એક સૂત્રે જણાવ્યું - લુકાડો તેમને લાંબા વખતથી પસંદ કરતા હતાં અને તેઓ તેમના બાળકો સાથે પ્રેમ કરે છે. લુકાડો સંબંધને અધિકૃત સ્વરૂપ આપવા માંગે છે અને બ્રિટની સ્પીયર્સ તેના માટે તૈયાર છે.
બ્રિટનીના પિતા જેમી સ્પીયર્સ લુકાડોની વિરુદ્ધ નથી, પણ તેઓ નથી ઇચ્છતાં કે તેમના પુત્રી ઉતાવળમાં કોઈ નિર્ણય કરે. સૂત્રે જણાવ્યુ કે બ્રિટની લુકાડોને પસંદ કરે છે, પરંતુ તેઓ છેલ્લા કેટલાંક સમયથી સાતે સમય ગાળે છે. જેમીને આશા છે કે બ્રિટની ઉતાવળમાં કોઈ નિર્ણય નહિં કરે.












Click it and Unblock the Notifications
