For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉલીવુડ ફિલ્મોના વિવાદાસ્પદ ‘કામોત્તેજક’ પોસ્ટર્સ કે જે પ્રતિબંધિત કરાયાં...

|
Google Oneindia Gujarati News

કેટલીક ફિલ્મો પોતાના વિવાદાસ્પદ પોસ્ટર્સના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમાં કોઈ શંકા નથી કે શૉકિંગ અને એટેંશન-સ્નૅચિંગ પોસ્ટર કોઈ પણ ફિલ્મને ખૂબ જ પબ્લિસિટી આપે છે. એવુ બૉલીવુડમાં જ નહીં, પણ હૉલીવુડમાં પણ થાય છે.

આ સત્ય છે કે લોકો વિવાદને પ્રેમ કરે છે કે જે તેમને ન્યુઝમાં રાખે છે. એટલે જ ફિલ્મ મેકર્સ પોતાની કોઈ ફિલ્મ અંગે કંઇકને કંઇક એવો રાયતો મૂકી દેતા હોય છે કે જેથી તેમની ફિલ્મને પબ્લિસિટી અને પ્રમોશન મળે.

દાખલા તરીકે સૉ 2 ફિલ્મના પોસ્ટર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ હતું, કારણ કે જેમાં બે રક્તરંજિત આંગળીઓ દર્શાવવામાં આવી હતી. મોટાભાગના ફિલ્મી પોસ્ટર્સ સ્પબષ્ટવાદી કંટેટ્સના કારણે પ્રતિબંધિત કરવામાં આવે છે. ઝૅક એન્ડ મિરી મેક ઍ પોર્નો, ધ રૂલ્સ ઑફ ઍટ્રૅક્શન, ટીથ સહિત ઘણી હૉલીવુડ ફિલ્મોના પોસ્ટર્સ તેમના સ્પષ્ટવાદી કંટેંટ્સના કારણે બૅન્ડ થયા છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ હૉલીવુડ ફિલ્મોના બૅન્ડ પોસ્ટર્સ :

ઝૅક એન્ડ મિરી મેક ઍ પોર્નો

ઝૅક એન્ડ મિરી મેક ઍ પોર્નો

આ ફિલ્મના પોસ્ટરમાં એક્ટર્સ ક્યાંયથી પણ અશ્લીલ નથી જણાતા, પરંતુ પોસ્ટરની બૉટમમાં કંટેંટ એડલ્ટ છે. એટલે આ ફિલ્મના પોસ્ટર પર પ્રતિબંધ ફરમાવાયો હતો.

સૉ 2

સૉ 2

સૉ 2 ફિલ્મનું પોસ્ટર વિક્ષેપ કરતું અને ગાળ આપતુ જણાય છે. આ પોસ્ટરમાં રક્તરંજિત આંગળાઓ ઘણુ બધુ કહી જાય છે.

ધૂ રૂલ્સ ઑફ ઍટ્રૅક્શન

ધૂ રૂલ્સ ઑફ ઍટ્રૅક્શન

આ ફિલ્મના પોસ્ટર્સમાં ડિફરંટ સેક્સ પૉઝિશન દર્શાવાઈ હતી કે જેની ઉપર અમેરિકાએ બૅન લગાવ્યો હતો, પરંતુ કૅનેડા અને ગ્રેટ બ્રિટેનમાં નહોતો લગાવાયો.

લેસ ઇનફિડેલ્સ

લેસ ઇનફિડેલ્સ

ફ્રેંચ કૉમેડી ફિલ્મનું આ પોસ્ટર જીન ડ્યુજાર્ડિન તથા ગિલીસ લેલોકને જે પૉઝિશનમાં દર્શાવે છે, તે ફ્રેંચ એડવર્ટાઇઝિંગ કાનૂન હેઠળ ઉત્તેજક છે. એટલુ જ નહીં, પોસ્ટરમાં ટૅગ લાઇન હતી - ઇટ્સ ગોઇંગ ટુ કટ આઉટ, આઈ એમ જસ્ટ એંટરિંગ ઍ ટનલ.

કોકો અવૅંટ ચૅનલ

કોકો અવૅંટ ચૅનલ

કોકો અવૅંટ ચૅનલનું પોસ્ટર ફ્રાંસમાં બૅન્ડ કરાયુ હતું, કારણ કે એક ફૅશન આઇકૉન ધુમ્રપાન કરતા દર્શાવાઈ હતી કે જે ફ્રાંસના એડવર્ટાઇઝિંગ લૉનો ભંગ છે.

ધ આઉટલૉ

ધ આઉટલૉ

1943ના કાનૂનને ધ્યાનમાં રાખી આ ફિલ્મનું પોસ્ટર એમ્પલ શો ઑફ બ્રેસ્ટ્સના કારણે રેસી લાગે છે. જોકે નગ્નતા પોસ્ટરમાં દર્શાવાઈ નહોતી, પણ પોસ્ટર વિવાદાસ્પદ ચોક્કસ હતું તે વખતે.

આઈ સ્પિટ ઑન યોર ગ્રેવ

આઈ સ્પિટ ઑન યોર ગ્રેવ

તેની કામુકતાના કારણે આ પોસ્ટરે ખૂબ વિવાદ જગાવ્યો હતો. રેપની થીમ પર આધારિત હોવા છતાં ફિલ્મનું પોસ્ટર તેનાથી વિરુદ્ધ જણાતુ હતું.

ધ ગર્લ વિથ ધ ડ્રૅગન ટૅટૂ

ધ ગર્લ વિથ ધ ડ્રૅગન ટૅટૂ

મોશન પિક્ચર એસોસિએશન ઑફ અમેરિકા (એમજીએએ)એ આ ફિલ્મના પોસ્ટર પર પ્રતિબંધ લગાવ્યો હતો. પોસ્ટરમાં રૂની મારા ટૉપલેસ હતાં.

ધ પીપલ વર્સિસ લૅરી ફ્લાયંટ

ધ પીપલ વર્સિસ લૅરી ફ્લાયંટ

એમપીએએએ ઓછા કપડાં અને એંટી હીરો હોવાના કારણે આ ફિલ્મના પોસ્ટર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

ટીથ

ટીથ

હૉરર ફિલ્મ ટીથના પોસ્ટરમાં માત્ર દાંતનું એક્સ-રે જ દર્શાતુ હતું પરંતુ તે દર્શાવવાનું સ્થળ વિવાદાસ્પદ હોવાના કારણે તેને બૅન કરવામાં આવ્યુ હતું. એટલુ જ નહીં, આ પોસ્ટર સ્ત્રીની યોનિ જેવા આકારનું દેખાતુ હતું.

વૉંટેડ

વૉંટેડ

એંજેલિના જોલી અને જેમ્સ મૅકએવૉય અભિનીત વૉંટેડ ફિલ્મનું વાયોલેંસ અને ગ્લૅમરાઝિંગના કારણે બૅન્ડ કરાયુ હતું.

English summary
Some of the movie posters have become a controversy in their own with their explicit or disturbing themes. Here is a look at the banned Hollywood movie posters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X