હોલિવૂડ ફિલ્મ ઓપેનહાઈમરના એક સીનમાં ભગવત ગીતાને લઈને બબાલ, જાણો શું છે પુરો વિવાદ?
આ દિવસોમાં બ્રિટિશ-અમેરિકી ફિલ્મ મેકર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઈમરને લઈને ભારતમાં વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મના એક ઈન્ટિમેટ સીનમાં ભગવત ગીતાના ઉલ્લેખને લઈને ભારતમાં તેના બાયકોટની માંગ થઈ રહી છે.
ફિલ્મ ઓપેનહાઈમર ભારતમાં સારો બિઝનેસ કરી રહી છે અને તેને અત્યારસુધીમાં 35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે હવે ધીરે ધીરે ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ રહી છે.

આ વિવાદનું કારણ એક ઈન્ટિમેટ સીન છે. ફિલ્મમાં સિલિયન મર્ફી અને ફ્લોરેન્સ પુગ વચ્ચે એક ઈન્ટિમેટ સીન ફિલ્માવાયો છે. આ સીન દરમિયાન બંને કલાકારો ભગવદ ગીતા વિશે વાત કરતા જોવા મળે છે.
ઓપેનહાઇમર ભગવદ ગીતાના કેટલાક શ્લોકોના પાઠ કર છે. ઓપેનહેઇમરની ગર્લફ્રેન્ડ તેને પુસ્તક વિશે પૂછે છે, જે પછી તે તેને સંસ્કૃત ભાષાનું પુસ્તક કહે છે. જો કે આ ફિલ્મમાં ભગવતગીતાનું નામ નથી લેવાયુ.
MOVIE OPPENHEIMER’S ATTACK ON BHAGWAD GEETA
— Uday Mahurkar (@UdayMahurkar) July 22, 2023
Press Release of Save Culture Save India Foundation
Date: July 22, 2023
It has come to the notice of Save Culture Save India Foundation that the movie Oppenheimer which was released on 21st July contains scenes which make a scathing… pic.twitter.com/RmJI0q9pXi
વિવાદ બાદ ભારત સરકારના માહિતી કમિશનર ઉદય માહુરકરે સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેસ રિલીઝ શેર કરી હતી. તેમણે કહ્યું કે, કોઈને પણ આશ્ચર્ય થાય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનઆ સીન સાથે કેવી રીતે ફિલ્મને મંજુરી આપી શકે?
બીજી તરફ ભારતમાં સિલિઅન મર્ફી અને ફ્લોરેન્સ પુગના ઈન્ટિમેટ સીનને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકો અનુસાર, આ હિંદુ ધર્મનું અપમાન છે. લોકો ફિલ્મના બહિષ્કારની માંગ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
