બાળપણ સાથે બહુ પ્રેમ કરતા હતાં એમ્મા વૉટસન
લંડન, 17 મે : હૉલીવુડ અભિનેત્રી એમ્મા વૉટસન ટુંકમાં જ પોતાનો 23મો જન્મ દિવસ ઉજવશે. તેમનું કહેવું છે કે તેઓ જલ્દી મોટા થવા નહોતા માંગતાં.

મળતી માહિતી મુજબ હૅરી પૉટર ફિલ્મના અભિનેત્રી એમ્માએ જણાવ્યું - હું ક્યારેય જલ્દી મોટી થવા નહોતી માંગતી. હું 22 વરસની વયમાં પણ બાળપણના કપડાં પહેરવા માંગતી હતીં.
તેમણે જણાવ્યું - આકર્ષક દેખાવના લાલચે ક્યારેય પણ મારી અંદર ઉત્સાહ પેદા નથી કર્યો. હું એક મહિલા સ્વરૂપે દેખાવા માટે ક્યારેય કોઈ પણ જાતની સ્પર્ધામાં ઉતરી નહીં.
હૅરી પૉટર શ્રેણીના પ્રશંસકોએ દર વખતે એમ્મા વૉટસનમાં આવેલા પરિવર્તનો જોયાં છે. તેમણે ફિલ્મમાં હર્મિયોની ગ્રૅંગરની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
