એમ્મી ઍવૉર્ડ સમારંભને મળ્યાં લાખો દર્શકો
લૉસ એંજલ્સ, 24 સપ્ટેમ્બર : 65માં વાર્ષિક પ્રાઇમ ટાઇમ એમ્મી ઍવૉર્ડ્સ કાર્યક્રમને લાખો દર્શકોએ ટેલીવિઝન ઉપર નિહાળ્યું.

નેલ્સન કમ્પની દ્વારા જાહેર કરાયેલા સર્વે મુજબ આ વર્ષે આ કાર્યક્રમ 1 કરોડ 76 લાખ દર્શકોએ માળ્યું અને આ સાથે જ ગત આઠ વર્ષોમાં આ વખતે આ કાર્યક્રમને સૌથી વધુ દર્શકોએ નિહાળ્યું છે. સમાચાર એજંસી સિન્હુઆના જણાવ્યા મુજબ 2005 બાદ આ વખતે સૌથી વધુ દર્શકો મળ્યાં છે. 2005માં 1 કરોડ 86 લાખ લોકોએ આ કાર્યક્રમ જોયુ હતું.
ગત વર્ષે નીલ પૅટ્રિક હૅરિસે એમ્મી ઍવૉર્ડ્સ કાર્યક્રમની યજમાની કરીત અને એબીસી ચૅનલ ઉપર તેનું પ્રસારણ કરવામાં આવ્યુ હતું. ગત વર્ષે 1 કરોડ 33 લાખ લોકો આ કાર્યક્રમના દર્શકો બન્યા હતાં.












Click it and Unblock the Notifications
