PDAs : આ ‘ખુલ્લમ-ખુલ્લો પ્રેમ’ જોઈ પહોળી થઈ જશે આંખો!

સેલિબ્રિટીઓ દ્વારા જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરવો (Public Display of Affection એટલે કે PDA) મધુર અને વિલક્ષણ હોઈ શકે, તો ક્યારેક-ક્યારેક તે અશ્લીલ પણ બની શકે. પ્રેમી પંખીડાઓ દ્વારા જાહેર સ્થળોએ પ્રેમનું પ્રદર્શન કરવું અનેક વખત આંખો પહોળી કરનારું બની જાય છે. જોકે મોટાભાગની સેલિબ્રિટીઓને પીડીએ ગમે છે, જ્યારે કેટલીક સેલિબ્રિટીઓ તેને ધિક્કારે છે.

આપણે રેડ કારપેટ અને વિવિધ ઇવેંટ્સ દરમિયાન ઘણી સેલિબ્રિટીઓને જાહેરમાં કિસ કરતા જોઈ છે. જોકે કિસિંગ સામાન્ય બાબત છે અને કેટલાક જાહેરમાં લિપ-લૉકમાં લીન પણ થઈ જાય છે. આપણે ધ ટાયરા શોમાં ટાયરા બૅંક્સનો પીડીએ પ્રદર્શન ન ભૂલી શકીએ. ટાયરા તથા બૉ બૉ એક-બીજામાં લીન થઈ ગયા હતાં.

જ્યારે પીડીએની વાત થતી હોય, ત્યારે કિમ કાર્દશિયન અને તેમના શુરા પતિ કૅન્યે વેસ્ટને કઈ રીતે બાકાત રાખી શકાય. તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ પેરિસ ખાતે એક બિલ્ડિંગમાંથી સીડી વડે ઉતરતી વખતે પોતાના પત્ની કિમના બટને જાહેરમાં પકડતા અને દબાવતા દેખાયા હતાં. કિમ-કૅન્યે વચ્ચે તો આ બાબત સાવ સામાન્ય છે.

ચાલો તસવીરોમાં બતાવીએ સેલિબ્રિટી પીડીએસ કે જે આંખો પહોળી કરી નાંખે છે :

ઍમ્બર-વિઝ

ઍમ્બર-વિઝ

ઍમ્બર રોઝ અને વિઝ ખલીફા સામાન્ય રીતે પોતાના સંબંધો અંગે ચર્ચામાં રહે છે અને બંને અનેક વખત મેજર પીડીએ કરી ચુક્યા છે.

ડ્ર્યુ-વિલ

ડ્ર્યુ-વિલ

ડ્ર્યુ બૅરીમોર તથા વિલ કોપલમૅન પણ ઘણી વખત જાહેરમાં રોમાંસ કરતા ઝડપાયાં છે.

જ્હૉની-ઍમ્બર

જ્હૉની-ઍમ્બર

ઍરપોર્ટ પર આ રોમાંટિક પીડીએના શૂટિંગ સાથે એક-બીજાને ગુડબાય કહેતાં જ્હૉની ડેપ તથા ઍમ્બર હીયર્ડ.

ઍષ્ટૉન-મિલા

ઍષ્ટૉન-મિલા

ઍષ્ટૉન કુચર તથા મિલા કુનીસ હૉટ કપલ છે. ટુંક સમયમાં જ માતા-પિતા બનનાર આ યુગલ એક-બીજા પ્રત્યે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક નથી ચૂકતું.

ડૅનિયલ-રશેલ

ડૅનિયલ-રશેલ

બાફ્ટા 2012 દરમિયાન ડૅનિયલ ક્રેગ તથા રશેલ વેઇઝ ઓહ-સો-હૉટ પીડીએ પ્રદર્શન કર્યુ હતું.

ડેવિડ-વિક્ટોરિયા

ડેવિડ-વિક્ટોરિયા

ડેવિડ અને વિક્ટોરિયા બેકહમ ક્યારેક જ પીડીએ પ્રદર્શન કરે છે, પણ લા મેકર્સ ગેમ દરમિયાન આ યુગલ જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરતા ઝડપાયુ હતું.

લેવિસ-નિકોલ

લેવિસ-નિકોલ

ધ ઑન-અગેન અને ઑફ-અગેન કપલ લેવિસ હૅમિલ્ટન તથા નિકોલ સ્કેરઝિંગર પરફેક્ટ કપલ છે. મૉન્ટેરિયલ ખાતે કૅનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ દરમિયાનની આ તસવીર પણ તેનો પુરાવો આપે છે.

રૉબર્ટ-ક્રિસ્ટન

રૉબર્ટ-ક્રિસ્ટન

રૉબર્ટ પૅટિન્સન તથા ક્રિસ્ટન સ્ટિવર્ટ બૉલીવુડનુ મોસ્ટ ટૉક્ડ કપલ છે. જ્યારે રૉબર્ટ-ક્રિસ્ટન એમટીવી મૂવી ઍવૉર્ડ્સમાં બેસ્ટ કિસ ઍવૉર્ડ જીત્યા, ત્યારે બંને ઑડિયંસની વચ્ચે આમ લિપ-લૉક થઈ ગયા હતાં.

ક્રિસ્ટિયાનો-આઈરીના

ક્રિસ્ટિયાનો-આઈરીના

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા આઈરીના શાય્ક હૉટ કપલ છે. આ પીડીએ રાફેલ નડાલ અને ડેવિડ ફેરર વચ્ચેની મૅચ દરમિયાનનું છે કે જ્યારે બંને એક-બીજા સાથે લિપ-લૉક થઈ ગયા હતાં.

નિકોલ-કેઇથ

નિકોલ-કેઇથ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન નિકોલ કિડમૅન તથા કેઇથ અર્બને કંઇક આ રીતે જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કર્યો હતો.

કૅન્યે-કિમ

કૅન્યે-કિમ

કિમ કાર્દશિયન અને કૅન્યે વેસ્ટનો રોમાંસ તો ઘણી વખત લોકો જાહેરમાં જોઈ ચુક્યા છે. આ લેટેસ્ટ તસવીર પેરિસની છે કે જેમાં કિમના બટ પર હાથ મૂકીને સીડી ઉતરી રહ્યા છે કૅન્યે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X