Singer Coco Lee : પ્રખ્યાત સિંગરે કરી આત્મહત્યા, બહેને કર્યો ખુલાસો
Singer Coco Lee : મનોરંજન જગતથી એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આવામાં વધુ એક સિંગરે આત્મહત્યા કરી છે. ઘણા લાઇવ પરફોર્મન્સ અને ઘણા હીટ સોંગ આપી ચૂકેલી સિંગર કોકો લી હવે આ દુનિયાને અલવિદા કહીં દીધું છે. કોકો લીએ 48 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે.
આ સમાચારે બધાને હચમચાવી દીધા છે. રિપોર્ટ અનુસાર કોકો લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા. સમાચાર અનુસાર, ડિપ્રેશનને કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે બચાવી શકાઇ નહીં અને તેનું મૃત્યુ થઈ ગયું. કોકોના મૃત્યુના સમાચારથી મનોરંજનજગતમાં શોકની લહેર છે.

કોકો લીના નિધનના સમાચારથી આજે દરેક વ્યક્તિ દુખી છે. કોકોના નિધનથી માત્ર તેના પરિવારના સભ્યો જ નહીં પરંતુ તેના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. કોકોના મૃત્યુની જાણકારી તેની બહેનો કેરોલ અને નેન્સીએ સોશિયલ મીડિયા પર આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત ચાઈનીઝ સિંગર કોકો લી હોંગકોંગના પોપ સિંગર હતા. આટલું જ નહીં, કોકો લી એવા પ્રથમ ચીની ગાયક હતા, જેમને ઓસ્કારમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો હતો. આ સિવાય તેમને ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કોકો લીની બહેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું - કોકોએ છેલ્લા 29 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ સાથે અનેક લાઈવ પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. કોકો લીની બહેનોની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને દરેક લોકો આ પ્રખ્યાત ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોમાં ઘણા સ્ટાર્સનું નાની ઉંમરમાં મૃત્યુ થયું છે. આવા સંજોગોમાં ઘણા સ્ટાર્સનું મૃત્યુ પણ થયું, જેની પાછળનું કારણ ડિપ્રેશન હતું.
અત્રે નોંધનીય બાબત છે કે, કોકો લી મુખ્યત્વે હોંગકોંગની હતી, પરંતુ બાદમાં તે સાન ફ્રાન્સિસ્કો શિફ્ટ થઈ ગઈ હતી. જ્યારે તે હાઈસ્કૂલ પછી તેના જન્મદિવસ પર હોંગકોંગ ગઈ હતી, ત્યારે તેમણે એક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ ઈનામ જીત્યું હતું.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
