ફિલ્મ જગતને મોટો ઝટકો, આ અભિનેતાનું 37 વયે અકસ્માતે નિધન

પરફ્યુમ કમર્શિયલમાં દેખાતા ફ્રેન્ચ અભિનેતા ગાસ્પર ઉલીએલનું સ્કીંગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓ 37 વર્ષના હતા.

પેરિસ : પરફ્યુમ કમર્શિયલમાં દેખાતા ફ્રેન્ચ અભિનેતા ગાસ્પર ઉલીએલનું સ્કીંગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેઓ 37 વર્ષના હતા. ઉલ્લેખીય છે કે, માર્વેલની આગામી સીરિઝ 'મૂન નાઈટ'માં અભિનય કરનાર ગાસ્પર યુલીએલ પરફ્યુમ એડ્સ અને ફેશન ડિઝાઈનર ઈવ સન લૌરની બાયોપિક માટે જાણીતા છે. ફ્રાન્સના નાણા પ્રધાન બ્રુનો લે માયરે કહ્યું કે, "ફ્રેન્ચ સિનેમાએ એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો છે."

Gaspard Ulliel

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, અકસ્માતનો ભોગ બન્યા બાદ ગાસ્પર ઉલીએલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર્સ તેમને બચાવી શક્યા ન હતા. અભિનેતાના પરિવારના જણાવ્યા અનુસાર, યુલીએલને એરલિફ્ટ કરીને ગ્રેનોબલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે ઈજામાંથી સાજો થઈ શક્યો ન હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, સ્કીંગ કરતી વખતે તે કોઈ અન્ય સાથે અથડાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઉલીએલ જેની સાથે અથડાયો હતો, તે એકદમ ઠીક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X