લગ્નગ્રંથિથી જોડાયાં જ્યૉર્જ ક્લૂની અને અમાલ અલમુદ્દીન : જુઓ લગ્નની તસવીરો
હૉલીવુડ અભિનેતા જ્યૉર્જ ક્લૂની તથા માનવાધિકાર ધારાશાસ્ત્રી અમાલ અલામુદ્દીન લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. ક્લૂનીના રિપ્રેઝેંટેટિવે જણાવ્યું - જ્યૉર્જ ક્લૂની તથા અમાલ અલમુદ્દીને ગત શનિવારે વેનિસ (ઇટાલી)માં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધાં છે.
મળતી માહિતી મુજબ જ્યૉર્જ ક્લૂની અને અમાલ અલામુદ્દીનના લગ્ન રોમના ભૂતપૂર્વ મેયર વાલ્ટર વેલ્ટ્રૉનીએ કરાવ્યાં. આ મોસ્ટ અવેટેડ લગ્નમાં મૅટ ડૅમન તથા જ્હૉન ક્રાસિંસ્કી જેવી સેલિબ્રિટીઓ અને બંનેના ફૅમિલી મેમ્બર્સ હાજર રહ્યા હતાં.
જ્યૉર્જ ક્લૂની તથા અલામુદ્દીન સૌપ્રથમ ઑક્ટોબર-2013માં એક સાથે જોવાયા હતાં. પછી માર્ચ-2014માં તંજાનિયા તથા સેશેલ્સ રિપબ્લિક સહિતના સ્થળોએ બંને સાથે દેખાયાં અને બંને વચ્ચે સંબંધની અટકળો શરૂ થઈ. જ્યૉર્જ ક્લૂની અગાઉ અભિનેત્રી ટાલિયા બાલસમ સાથે લગ્ન કરી ચુક્યા છે. બંનેનું લગ્ન જીવન 1989થી 1993 દરમિયાન રહ્યું.
ચાલો હાલ તો આપને બતાવીએ જ્યૉર્જ ક્લૂની અને અમાલ અલમુદ્દીનના લગ્ન બાદની લેટેસ્ટ તસવીરો :

લગ્નગ્રંથિથી જોડાયાં
હૉલીવુડ અભિનેતા જ્યૉર્જ ક્લૂની તથા માનવાધિકાર ધારાશાસ્ત્રી અમાલ અલામુદ્દીન લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે.

લગ્ન બાદ પહેલી તસવીર
ક્લૂની જ્યૉર્જ અને અમાલ અલામુદ્દીનની લગ્ન બાદની પહેલી તસવીર.

ફૉર્મલ-પ્રેટી
આ તસવીરમાં જ્યૉર્જ ક્લૂની ફૉર્મલ કપડામાં હતાં, જ્યારે તેમના પત્ની અમાલ સ્મૉલ ડ્રેસમાં પ્રેટી લાગતા હતાં.

અભિવાદન અને સ્મિત
નવપરિણીત યુગલે લગ્ન બાદ એક મોટરબોટમાં લોકોનું અભિવાદન ઝીલ્યું અને સ્મિત ફરકાવ્યું.

એક-દૂજે કે લિયે
અમાલ અને જ્યૉર્જ આ પોઝમાં જાણે એમ કહી રહ્યાં છે - હમ બને, તુમ બને, એક-દૂજે કે લિયે...

આઈ ડૂ
જ્યૉર્જ ક્લૂની તથા અમાલ અલામુદ્દીને ગત શનિવારે સાંજે લગ્ન કર્યાં. તેમણે વેનિસ ખાતેના અમન કૅનલ ગ્રાન્ડમાં એક અંગત સમારંભમાં લગ્ન કર્યાં.

સ્ટાર વેડિંગ
જોકે આ એક અંગત લગ્ન સમારંભ હતું કે જેમાં નજીકના મિત્રો હાજર રહ્યા હતાં. તેમાં મૅટ ડૅમોન, એિમલી બ્લંટ તથા બિલ મુર્રે જેવી હૉલીવુડ ફ્રૅટરનિટી હાજર રહી હતી.












Click it and Unblock the Notifications
