For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 માર્ચે ભારતમાં રિલીઝ થઈ રહી છે હૉલીવુડની સૌથી મોટી ફિલ્મ

24 માર્ચે ભારતમાં રિલીઝ થઈ રહી છે હૉલીવુડની સૌથી મોટી ફિલ્મ

|
Google Oneindia Gujarati News

હૉલીવુડની બહુપ્રતીક્ષિત ફિલ્મ ગૉડજિલા વર્સેસ કોન્ગ ભારતમાં 24 માર્ચે બુધવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જી હાં પહેલાં આ ફિલ્મ 26 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ પ્રોડક્શન હાઉસ warner brothers pictures હવે આ ફિલ્મની રિલીઝને બે દિવસથી પ્રીપોન કરી દીધી છે. આ ફિલ્મ ભારતમાં 4 ભાષાઓમાં રિલીઝ થશે- હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ. જણાવી દઈએ કે અમેરિકામાં આ ફિલ્મ 30 માર્ચે આવી રહી છે. પરંતુ ભારત ઉપરાંત કેટલાય યૂરોપિયન દેશ અને તાઈવાનમાં ફિલ્મ 24 માર્ચે રિલીઝ કરી દેવાશે.

જબરું બૉક્સ ઑફિસ કલેક્શન થશે

જબરું બૉક્સ ઑફિસ કલેક્શન થશે

ટ્રેડ પંડિતો મુજબ બૉક્સ ઑફિસના હિસાબે આ ફિલ્મ માટે ફાયદાની ડીલ રહી છે. પહેલાં ફિલ્મ 26મીએ રિલીઝ થનાર હતી, જે દિવસે સાઈના, પગલૈટ, હાથી મેરે સાથી જેવી ફિલ્મો પહેલેથી જ ક્લેશ થઈ રહી છે. એવામાં 2 દિવસ પહેલાં રિલીઝ થવાથી ગૉડજિલા વર્સિસ કોન્ગને ફાયદો મળશે. જ્યારે 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા છે જે કારણે ફિલ્મને લાંબો વીકેંડ મળશે.

સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો વિશે અહીં જાણો...

એવેંજર્સ એન્ડગેમ

એવેંજર્સ એન્ડગેમ

એવેંજર્સ એન્ડગેમ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ફિલ્મે ભારતમાં 365 કરોડનું કલેક્શન કર્યું હતું. આ વર્લ્ડવાઈડ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

એવેંજર્સ ઈન્ફિનિટી વૉર

એવેંજર્સ ઈન્ફિનિટી વૉર

2018માં રિલીઝ થયેલી આ સુપરહીરો ફિલ્મે ભારતમાં 223 કરોડનું કલેક્શન કર્યું છે. આ ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

ધી જંગલ બુક

ધી જંગલ બુક

બાળકોની ફેવરિટ ધી જંગલ બુકે ભારતમાં 182 કરોડની ધમાકેદાર કમાણી કરી હતી. ફિલ્મ 3ડીમાં રિલીઝ થઈ હતી. અને બધાએ ખુબ પસંદ કરી હતી.

ધી લાયન કિંગ

ધી લાયન કિંગ

2019માં આવેલી આ ફિલ્મને ભારતમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી. ખાસ કરીને એટલા માટે કેમ કે શાહરુખ ખાને ડબિંગ કર્યું હતું. ભારતમાં આ ફિલ્મે 150 કરોડનો બિઝનેસ કર્યો હતો.

ફ્યૂરિયસ 7

ફ્યૂરિયસ 7

વર્ષ 2015માં આવેલી બહુચર્ચિત ફિલ્મ ફ્યૂરિયસ 7એ ભારતમાં 173 કરોડની કમાણી કરી હતી. આ સુપરહિટ ફ્રેંચાઈઝી આખી દુનિયામાં પોપ્યુલર છે.

જુરાસિક વર્લ્ડ

જુરાસિક વર્લ્ડ

ઈરફાન ખાન સ્ટારર આ ડાયનોસોર વાળી 3ડી ફિલ્મને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મે 113 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

એવેન્જર્સ એજ ઑફ અલ્ટ્રોન

એવેન્જર્સ એજ ઑફ અલ્ટ્રોન

વર્ષ 2015માં આવેલી ફિલ્મ એવેંજર્સે 111 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચો

વરુણ ધવનની ભત્રીજીએ રેડ બિકિનીમાં લગાવી આગ, માલદીવમાં મનાવી રહી છે રજાઓવરુણ ધવનની ભત્રીજીએ રેડ બિકિનીમાં લગાવી આગ, માલદીવમાં મનાવી રહી છે રજાઓ

સ્પાઈડરમેન 3

સ્પાઈડરમેન 3

ભારતમાં સ્પાઈડરમેન સીરિઝની ગજબનું ફેન ફોલોઈંગ છે. ફિલ્મે ભારતમાં 102 કરોડની કમાણી કરી હતી.

English summary
godzilla vs kong is set to release in India on March 24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X