જુઓ હૉલીવુડ સેલિબ્રિટીઓનું Hot New Year Celebration

આજે 1લી જાન્યુઆરી છે અને સૌ કોઈ નવા વર્ષનું સ્વાગત કરી રહ્યાં છે. બૉલીવુડ અને ટેલીવિઝન જગતના સિતારાઓ તો ગઈકાલે રાત્રે જ વેલકમ 2015નો પોકાર કરી ચુક્યા છે, તો તેવી જ રીતે હૉલીવુડ હસ્તીઓએ પણ ધામધૂમ સાથે ન્યુ ઈયરની ઉજવણી કરી છે.

શરુઆત કરીએ જસ્ટિન બીબરથી. જસ્ટિને પોતાની કથિત નવી ગર્લફ્રેન્ડ હેઇલી બૅલ્ડવિન સાથેની સેલ્ફી પોસ્ટ કરી છે, તો જસ્ટિનની એક્સ ગર્લફ્રેન્ડ સેલેના ગોમ્ઝ દુબઈમાં નવું વર્ષ ઉજવતા દેખાયાં. તેવી જ રીતે કર્ટ્ની કાર્દશિયને પણ ન્યુ ઈયર સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ હૉલીવુડ સેલિબ્રિટીઓએ કેવી રીતે કરી નવા વર્ષની ઉજવણી :

વૅનેસા હજેન્સ

વૅનેસા હજેન્સ

અભિનેત્રી વૅનેસા હજેન્સે નવા વર્ષની ઉજવણી એક સુંદર વીડિયો સાથે કરી કે જેમાં તેઓ ગાઈ રહ્યા છે - હૅપ્પી ન્યુ ઈયર, ઇટ્સ ગોન્ના બી ઍ ન્યુ ઈયર સૂન.

કેંડલ જેનર

કેંડલ જેનર

કેંજલ જેનર દુબઈમાં સેલેના, કૉડી સિમ્પ્સન તથા ગિગી હૅડિડ સાથે ન્યુ ઈયરની ઉજવણીમાં વ્યસ્ત છે. તેમણે આ તસવીર પોસ્ટ કરી છે.

જસ્ટિન બીબર

જસ્ટિન બીબર

જસ્ટિન બીબરે પોતાની કથિત નવી ગર્લફ્રેન્ડ હેઇલી બૅલ્ડવિન સાથેની આ તસવીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને કૅપ્શનમાં લખ્યું - હૅપ્પીન્યુઈયર.

સેલેના ગોમ્ઝ

સેલેના ગોમ્ઝ

એક બાજુ જસ્ટિન હેઇલી સાથે વ્યસ્ત-મસ્ત હતાં, તો સેલેના ગોમ્ઝ ગિગી, કેંડલ તથા કૉડી સાથે દુબઈમાં નવા વર્ષની મસ્તી ભરી ઉજવણી કરી રહ્યા હતાં.

બેયોન્સ

બેયોન્સ

બેયોન્સ નોલ્સે નવા વર્ષની ઉજવણી બૅકગ્રાઉન્ડમાં આઉલ્ડ લૅંગ સિન નામના ગીત સાથે કરી.

ચૅનિંગ ટૅટમ

ચૅનિંગ ટૅટમ

ચૅનિંગ ટૅટમે પણ નવા વર્ષે એક સેલ્ફી પોસ્ટ કરી અને કૅપ્શન લખ્યું - "#2014 was a crazy, busy, AMAZING year for #ChanningTatum! #22JumpStreet, #TheLEGOMovie and #BookofLife were all hits at the box office, while #Foxcatcher built up the awards buzz in limited release.

કર્ટ્ની કાર્દશિયન

કર્ટ્ની કાર્દશિયન

ન્યુ મૉમ કર્ટ્ની કાર્દશિયન પોતાના પાર્ટનર સ્કૉટ ડિસ્ટિક સાથેની તસવીર પોસ્ટ કરી કે જેમાં બંને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X