Break-up બાદ પણ સાથે કામ કરી બન્યાં હૉટ On-Screen કપલ!

તમે જે વ્યક્તિ સાથે ડેટિંગ કરતા હોવ, તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરવા મળે, તો તમને ગમશે, પણ તેનાથી ઉલ્ટું, જો તમારે એક્સ ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ સાથે કામ કરવાનો વારો આવે, તો કેટલું મુશ્કેલ થઈ પડે? આવું જ કંઈક ગ્લૅમર જગતમાં પણ થાય છે. તેમાં પણ હૉલીવુડમાં તો સ્ટાર્સ એક-બીજા સાથે એક ક્ષણે ડેટિંગ કરતા હોય અને બીજી જ ક્ષણે બ્રેક-અપ થઈ જતુ હોય છે. આમ છતાં બ્રેક-અપ બાદ પણ આવા સ્ટાર્સ એક-બીજા સાથે ફિલ્મ કરવામાં સંકોચ નથી અનુભવતાં

ક્લાસિક એક્ઝામ્પલ છે વૅમ્પાયર ડાયરીઝ કપલ ઇયાન સમરહૅલ્ડર અને નિના ડૉબ્રેવ છે. ઇયાન અને નિનાએ 3 વરસ સુધી ડેટિંગ કર્યુ હતું અને 2013માં બંને જુદા પડી ગયાં. બ્રેક-અપ બાદ પણ બંનેએ વૅમ્પાયર ડાયરીઝની પાંચમી સીઝનમાં સાથે કામ કર્યુ હતું.

ક્રિસ્ટન સ્ટીવર્ટ અને રૉબર્ટ પૅટિંસન વધુ એવા કો-સ્ટાર્સ છે કે જેમનો રોમાંસ અને બ્રેક-અપ બંને ચર્ચામાં રહ્યા હતાં. આમ છતાં બંનેએ ટ્વિલાઇટ સિરીઝમાં સાથે કામ કર્યુ હતું. જેનિફર ગાર્નર અંગે તો આનાથીય ખરાબ હાલત હતી. જેનિફર આલિયાસ ફિલ્મના શૂટિંગ દરમિયાન માયકલ વૅર્ટન સાથે ડેટિંગ કરતા હતાં. એક વરસ સુધી રોમાંસ ચાલ્યા બાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. પછી તો જેનિફરે બેન ઍફ્લેક સાથે લગ્ન કરી લીધાં અને તેમના બાળકના માતા પણ બન્યાં. આમ છતાં જેનિફરે આલિયાસ સિરીઝ માટે માયકલ વૅર્ટન સાથે વેડિંગ સીન શૂટ કર્યું.

અહીં રજૂ કરીએ છીએ હૉલીવુડ સેલિબ્રિટીઓ કે જેમણે બ્રેક-અપ બાદ પણ સાથે કામ કર્યું :

ઇયાન સમરહૅલ્ડર અને નિના ડૉબ્રેવ

ઇયાન સમરહૅલ્ડર અને નિના ડૉબ્રેવ

ઇયાન સમરહૅલ્ડર અને નિના ડૉબ્રેવ જાહેરમાં રોમાંસ કરવા અંગે ખૂબ જ પાવરઘા હતાં. 3 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2013માં બંનેએ સંબંધો સમાપ્ત કરી લીધાં. આમ છતાં બંનેએ વૅમ્પાયર ડાયરીઝ 5માં સાથે કામ કર્યુ હતું.

રૉબર્ટ પૅટિંસન અને ક્રિસ્ટન સ્ટીવર્ટ

રૉબર્ટ પૅટિંસન અને ક્રિસ્ટન સ્ટીવર્ટ

રૉબર્ટ પૅટિંસન તથા ક્રિસ્ટન સ્ટીવર્ટ હૉલીવુડના મોસ્ટ ટૉક્ડ કપલ હતાં. બંને ચીટિંગના આરોપ સાથે જુદા થઈ ગયા હતાં. આમ છતાં બંનેએ સાથે કામ કર્યું. ટ્વિલાઇટ સિરીઝ તો બ્રેક-અપ પહેલા શૂટ થઈ હતી, પણ બંનેએ બ્રેક-અપ બાદ પણ ટ્વિલાઇટનો પોતાની છેલ્લી ફિલ્મ બતાવી પુરજોશ પ્રમોશન કર્યુ હતું.

કૅમરન ડિયાઝ અને જસ્ટિન ટિમ્બરલેક

કૅમરન ડિયાઝ અને જસ્ટિન ટિમ્બરલેક

કૅમરન ડિયાઝ તથા જસ્ટિન ટિમ્બરલેક 2003-06 દરમિયાન ત્રણ વરસ સુધી ડેટિંગ કર્યા બાદ જુદા થયા હતાં. દરમિયાન, 2011માં બંને બૅડ ટીચરમાં સાથે દેખાયા હતાં.

જેનિફર ગાર્નર અને માયકલ વૅર્ટન

જેનિફર ગાર્નર અને માયકલ વૅર્ટન

જેનિફર આલિયાસ ફિલ્મના શૂટિંગ દરમિયાન માયકલ વૅર્ટન સાથે ડેટિંગ કરતા હતાં. એક વરસ સુધી રોમાંસ ચાલ્યા બાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. પછી તો જેનિફરે બેન ઍફ્લેક સાથે લગ્ન કરી લીધાં અને તેમના બાળકના માતા પણ બન્યાં. આમ છતાં જેનિફરે આલિયાસ સિરીઝ માટે માયકલ વૅર્ટન સાથે વેડિંગ સીન શૂટ કર્યું.

બ્લેક લાઇવલી અને પેન બૅડગ્લે

બ્લેક લાઇવલી અને પેન બૅડગ્લે

બ્લેક લાઇવલી તથા પેન બૅડગ્લે ગૉસિપ ગર્લ્સ શોમાં સાથે હતાં. પછી તો બંને વચ્ચે ઑફ-સ્ક્રીન રોમાંસ ચાલ્યો. ત્રણ વરસ બાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. આમ છતાં બંનેએ ગૉસિપ ગર્લ્સ શોમાં કામ ચાલુ રાખ્યું. આ શો બ્લેક-પેનના ઑન-સ્ક્રીન લગ્ન સાથે સમાપ્ત થયો હતો, પરંતુ રીયલ લાઇફમાં બ્લેક રેયાન રેલૉલ્ડ્સ સાથે પરણી ચુક્યા હતાં.

ગ્વેલન સ્ટિફની અને ટૉની કનલ

ગ્વેલન સ્ટિફની અને ટૉની કનલ

ગ્વેન સ્ટિફની અને તેમના બૅન્ડ બૅસિસ્ટ ટૉની કનલ નો ડાઉટ બૅન્ડમાં કામ કરવા દરમિયાન પ્રેમમાં પડી ગયા હતાં. 7 વરસ સુધી સંબંધો રહ્યા બાદ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હતું. આમ છતાં બંને બૅન્ડ માટે સાથે ટૂર પર જતા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X