પોતાને ગૂગલમાં સર્ચ કરવાનું બંધ કરતાં સ્કારલેટ

લૉસ એંજલ્સ, 4 ઑક્ટોબર : હૉલીવુડ અભિનેત્રી સ્કારલેટ જૉહાનસન હવે પોતાની જાતને ગૂગલ ઉપર સર્ચ નથી કરતાં. તેમનું કહેવું છે કે જ્યારે પણ તેઓએ આમ કર્યું, ત્યારે તેમને પોતાના વિશે સારા સમાચાર નથી મળ્યાં.

scarlettjohansson

તેમણે જણાવ્યું - મેં પોતાના માટે ગૂગલ સર્ચ બંધ કરી દીધું છે, કારણ કે મને ત્યાં પોતાના વિશે કોઈ સારા સમાચાર નથી મળતાં. અહીં આપણને પોતાના અંગે એવી વાતો ખબર પડે છે કે જે સત્યથી વેગળી હોય છે. તેથી એવું લાગે છે કે સૌ કોઈ આપણી ઉપર ધ્યન આપી રહ્યું છે, જ્યારે હકીકતમાં એવું નથી હોતું.

ઈઑનલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ 28 વર્ષીય સ્કારલેટે એલી કૅનેડા પત્રિકા સાથે વાતચીતમાં આ અંગે ખુલાસો કર્યો. આ હૉલીવુડ અભિનેત્રીએ જણાવ્યું - આપ મને નથી જાણતાં. હું એવી કોઈ વ્યક્તિના રોમાંટિક જીવનની પરવા નથી કરતી કે જેને હું જાણતી નથી. મને લાગે છે કે આપણએ બીજાઓની જિંદગીમાં દખલ કરીએ છીએ. હું જાણુ છું કે લોકો હસ્તીઓને પસંદ કરે છે અને શક્ય છે કે તે અંગે તેઓ સપના જોતા હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X