પુરુષો સાથે સંબંધો રાખવા ગમે છે : લિંડસે લોહાન
લૉસ એંજલ્સ, 7 મે : ડીજે સામંથા રૉનસન સાથે 18 માસ સુધી ડેટિંગ કરી ચુકેલાં હૉલીવુડ અભિનેત્રી લિંડસે લોહાનનું કહેવું છે કે હવે તેમને પુરુષો ગમે છે.

એક મહિલા સાથે લાગણીભર્યા સંબંધો બનાવવા છતાં લિંડસે લોહાનનું કહેવું છે કે તેઓ પુરુષોને પસંદ કરે છે. ડેલીસ્ટાર ડૉટ કો ડૉટ યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ લોહાને જણાવ્યું - મને પુરુષો સાથે સંબંધો ધરાવવા ગમે છે.
લિંડસે લોહાને જણાવ્યું - મહિલાઓ સાથે આ બાબત એકદમ જુદી છે. જ્યારે હું રૉનસન સાથે હતી, ત્યારે હું તેમને છોડવા નહોતી માંગતી, કારણ કે હું એકલી થવા નહોતી માંગતી. મને એક માણસ તરીકે આજે પણ તે ગમે છે.












Click it and Unblock the Notifications
