ઇન્ડિયા, આપે કમાલ કરી નાંખી : માઇલી સાયરસ
નવી દિલ્હી, 27 જૂન : હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી માઇલી સાયરસના પ્રશંસકો ભારતમાં મોટી સંખ્યામાં મોજૂદ છે. જો સાયરસના અધિકૃત ફેસબુક પેજ ઉપર નજર દોડાવીએ, તો મૅક્સિકો તેમજ ફિલીપાઇન્સ બાદ સૌથી વધુ ભારતીય પ્રશંસકોએ સાયરસનું ફેસબુક પેજ લાઇક કર્યું છે.

માઇલી સાયરસના ફેસબુકપેજને 15 લાખ 4 હજાર 449 ભારતીયોએ લાઇક કર્યાં છે. સૌથી વધુ લાઇક કરના દેશ મૅક્સિકો અને તે પછી ફિલીપાઇન્સ છે. મૅક્સિકોમાં 18 લાખ 5 હજાર 292 તેમજ ફિલીપાઇન્સમાં 16 લાખ 67 હજાર 449 લોકોએ સાયરસનું ફેસબુક પેજ લાઇક કર્યું છે.
સાયરસે પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું - હું તે જાણી બહુ જ ખુશ છું કે વિશ્વભરના લોકો મારા ગીતો અને મને પસંદ કરે છે. આપ જે બનવા ચાહો, તે બની શકો છે. આ બહુ સુખદ છે. ઇન્ડિયા, આપે કમાલ કરી બતાવી.












Click it and Unblock the Notifications
