હૉલીવુડ અભિનેત્રી જૈમે કિંગે સગર્ભા હોવાનો ખુલાસો કર્યો
હૉલીવુડ અભિનેત્રી જૈમે કિંગે પોતે સગર્ભા હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ અને તેમના પતિ ફિલ્મકાર કાઇલ ન્યૂમૅન ટુંકમાં જ માતા-પિતા બનવાનાં છે.

જૈમે કિંગે જણાવ્યું કે વર્ષાંત સુધી તેઓ માતા બની શકે છે. જૈમે અને કાઇલે બેવર્લી હિલ્સના ગ્રેસ્ટોન પાર્ક એન્ડ મેનર ખાતે વર્ષ 2007માં લગ્ન કર્યા હતાં. જૈમેએ ઇંસ્ટાગ્રામ ઉપર કેલી તેમજ પોતાના બે પાલતૂ કૂતરાઓ સાથે તસવીરો શૅર કરી તથા લખ્યું - તસવીરમાં નવા મહેમાનનો સમાવેશ થવાની તૈયારી છે.
ચોંત્રીસ વર્ષીય હૉલીવુડ અભિનેત્રી જૈમે કિંગ હાલ પોતાના સ્વાસ્થ્ય તેમજ આવનાર બાળકના સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
