Kat Torres : ખૂબસૂરતીથી ફસાવીને શારીરિક શોષણ કરનારી મોડલને 8 વર્ષની જેલની સજા
કહેવાય છે કે ફેશન અને ફિલ્મોની દુનિયા ઘણા ગંદા રાઝથી ભરેલી છે. આ રાઝ જાહેર થાય છે ત્યારે હંગામો સર્જાય છે. હવે આવો જ એક હંગામો બ્રાઝીલમાં સર્જાયો છે.
ઇન્સ્ટાગ્રામની ખૂબ જ સુંદર મોડલના કાળા કારનામાએ સોશિયલ મીડિયાને હચમચાવી દીધું છે. આ મોડલ તેના ફોલોઅર્સને તેની સુંદરતાથી આકર્ષિત કરતી હતી અને તેમને સેક્સ વર્ક માટે દબાણ કરતી હતી અને ગુલામ તરીકે રાખતી હતી.

પૂર્વ બ્રાઝિલિયન મોડલ અને યુએસ સ્થિત વેલનેસ ઈન્ફ્લૂએન્સર કેટ ટોરેસને માનવ તસ્કરી અને મહિલાઓની ગુલામી માટે 8 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. FBI તપાસમાં જાણવા મળ્યું કે તેની સાથે રહેતી બે મહિલાઓ 2022માં ગુમ થઈ ગઈ હતી.
કેટલીક સ્ત્રીઓએ દાવો કર્યો છે કે તેઓને પણ ટોરેસ દ્વારા તસ્કરી અને ગુલામ બનાવવામાં આવી હતી. એક મહિલાએ જણાવ્યુ કે ટોરેસ જે બ્રાઝિલના ગરીબીગ્રસ્ત વિસ્તારની છે તે હોલીવુડના સ્ટાર્સ સાથે પાર્ટી કરતી હતી અને તેની રેગ્સ ટુ રિચ વાર્તાથી આકર્ષિત થઈ હતી.
ટોરેસ એક સમયે હોલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયોને ડેટ કરી રહ્યો હોવાની અફવા હતી. ટોરેસે આધ્યાત્મિક શક્તિ હોવાનો દાવો કર્યો હતો. બ્રાઝિલના જાણીતા ટીવી શોમાં તે એક સામાન્ય ચહેરો હતો.
ટોરેસની પૂર્વ ફ્લેટમેટે જણાવ્યું કે, ટોરેસને તેના હોલીવુડ મિત્રો દ્વારા આયહુઆસ્કા નામના ભ્રામક પદાર્થનો પરિચય થયો હતો. આ પદાર્થનો ઉપયોગ કર્યા પછી તેણી પોતાની જાતને લાઈફ કોચ અને હિપ્નોટિસ્ટ તરીકે સ્થાપિત કરી હતી.












Click it and Unblock the Notifications
