લગ્નની તારીખ ગુપ્તા રાખવા માંગતા હતાં કીરા નાઇટલી
લંડન, 7 મે : હૉલીવુડ અભિનેત્રી કીરા નાઇટલી પોતાના લગ્નની તારીખ અત્યંત ગુપ્ત રાખવા માંગતા હતાં અને અહીં સુધી કે તેમણે તેની માહિતી પોતાના સાસરી પક્ષના લોકોને પણ નહોતી આપી.

બીજા મહેમાનોની જેમ કીરાના સાસુ-સસરાને પણ એમ જ જણાવાયુ હતું કે કીરા અને જેમ્સ રાઇટન લગ્ન માટે તૈયાર થઈ ગયાં છે અને તેથી દાવતનું આયોજન કરાયું છે. ધ સન ડૉટ કો ડૉટ યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ પોતાના પતિ જેમ્સ રાઇટનના પિતા નિકોલસે જણાવ્યું - અમને લગ્નની રાતથી કેટલીક ક્ષણ અગાઉ જ આ બાબતની માહિતી મળી.
નોંધનીય છે કે કીરા નાઇટલી તથા જેમ્સ રાઇટને ગત શનિવારે દક્ષિણ ફ્રાંસ ખાતે લગ્ન કર્યા હતાં. જેમ્સ રાઇટન ક્લૅક્ઝૉન બૅન્ડના ગાયક છે અને કીરા સાથે 2011થી ડેટિંગ કરતા હતાં.












Click it and Unblock the Notifications
